ગાંધીધામ કોર્ટ નજીક પરણિતાનો પીછો કરી છેડતી કરનાર સામે ફરિયાદ

ગાંધીધામ કોર્ટ નજીક પરણિતાનો પીછો કરી મોબાઇલમાં વીડિયો ક્લિપ ઉતારી ને છેડતી કરનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આદિપુર પોલીસ ની વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના એકતા નગરમાં રહેતા 26 વર્ષીય પરિણીતા ગાંધીધામ કોર્ટમાં મુદ્દતે આવ્યા હતા ત્યારે આરોપી ક્રિષ્ના ચારણીયા એ પરિણીતાનો પીછો કરી આરોપીએ તેના મોબાઇલમાં વીડિયો ઉતારીને છેડતી કરી હતી આરોપી મોબાઈલ માં વિડીયો ઉતારે છે તેવી પરણિતાને ખબર પડી જતા તેના પરિવારજનોએ આરોપી ક્રિષ્ના ચારણીયા નો મોબાઈલ ચેક કરતાં એમાં પરિણીતા ની વિડિયો ક્લિપ મળી આવી હતી જેના પગલે પરણીતાએ આદિપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે