સ્વામી વિવેકાનંદ જયંતી પ્રસંગે સાઈકલ રેલી યોજાઇ

નેશનલ મેડીકો ઓર્ગેનાઇઝેશન અને આરોગ્ય ભારતી દ્વારા વિવેકાનંદ જયંતિના ઉપલક્ષમાં સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામ વિવેકાનંદ સર્કલ થી નગરપાલિકાના પ્રમુખ કાનજીભાઈ ભર્યા અને રામકૃષ્ણ સેવા કેન્દ્ર ના ટ્રસ્ટી પ્રિન્સિપાલ ડો.મનીષ પંડ્યાએ રેલીનો પ્રારંભ કરાવ્યો હતો એનું સમાપન આદિપુર રામકૃષ્ણ સેવા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું રેલીમાં ૪૫૦ જેટલા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ જખાભાઈ આહીર ગાંધીધામ કોલેજ બોર્ડના એલ.એચ.દરિયાની આઈ.એમ.એ. પ્રમુખ ડો.ભાવિક ખત્રી ધર્મેન્દ્ર ભાઈ ઠક્કર ડો.હેમાંગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.એન. એમ.ઓ.પ્રમુખ ડો.અશોક ઠક્કરે સૌને આવકાર આપ્યો હતો આ રેલીમાં ભાગ લેનાર સૌને મૅડલ આપીને સન્માનવામાં આવ્યા હતા કાર્યક્રમનું સંચાલન ડો.ચેતન વોરા એ કર્યું હતું ડો.હિરેન મહેતાએ આભાર માન્યો હતો કાર્યક્રમના આયોજનમાં એન.એમ.ઓ.તરફથી ડો.ચંદ્રકાંત ઠક્કર ડો.નરેશ જોશી ડો.દિનેશ હરાણી ડો.હિતેષ શાહ ડો.નીતિન ઠક્કર ડો.જીગ્નેશ મહેતા વગેરે આયોજન માં સહભાગી થયા હતા ટ્રાફિક વ્યવસ્થા તોલાણી કોમર્સ કોલેજના એન.સી.સી. ઇન્ચાર્જ ગૌરવભાઈ અને એન.સી.સી. કૅડેટસ એ સંભાળી હતી આરોગ્ય ભારતી તરફથી ડો. ઋષિકેશ ઠક્કર પ્રમુખ ડો.લલિત પ્રજાપતિ ડો.નયન ઠક્કર ડો.નિતેશ સુથાર ડો.નિકુંજ બલદાણીયા ડો.રતન પટેલ ડો.જ્યોતિષ ઠક્કર વગેરે એ રેલીના આયોજનમાં સહકાર આપ્યો હતો