ભુજ તાલુકાના કેરા ગામે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ૨ આરોપીઑને ઝડપી પાડ્યા

માનકૂવા પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ કેરા ગામ મદયે આવેલ હરિ નિવાસ એપાર્ટમેન્ટની બાજુમાં રાજેશ કોલી ના મકાનમા દરોડો પાડી ભારતીય બનાવટનું વિદેશી દારૂ રોયલ કિંગ વિસકી બોટલ નંગ ૨૫૪ સાથે આરોપી રાજેશ સાલે કોલી (રહે.કેરા) તેમજ પંકજ ( ઉર્ફે જાડીયો ) તારચંદ નાગર (રહે.કેરા) બને ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.