માંડવીની વર્ષો જૂની એસ.વી. આર્ટસ કોલેજનો વહીવટ સરકાર હસ્તક

એક સમયે હાસ્ય લેખક જયોતીન્દ્ર દવે અહીં પ્રિન્સિપાલ હતા, ૫૪ વર્ષ જૂની ગ્રાન્ટેડ કોલેજનો વહીવટ સરકાર હસ્તક લેવાતાં ચર્ચા ૧૯૬૬ થી માંડવીમાં કાર્યરત શેઠ સુરજી વલ્લભદાસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વહીવટ સરકારે પોતા હસ્તક લઈ લેતા કચ્છના શિક્ષણ વર્તુળમાં ચર્ચા ઉદ્દભવી છે. પ્રસિદ્ઘ હાસ્ય લેખક જયોતીન્દ્ર દવે જે કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂકયા છે, તે એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અનેક નામાંકિત રાજકીય, શૈક્ષણિક અને બુદ્ઘિજીવી આગેવાનો અભ્યાસ કરી ચુકયા છે. એબીવીપી દ્વારા આ ગ્રાન્ટેડ કોલેજમાં રહેલી શૈક્ષણિક કમીઓ, અધ્યાપકોની ખાલી જગ્યા સહિતના મુદ્દે આંદોલન પણ ચલાવાયું હતું. જોકે, અત્યારે આ કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે, તો દાતાઓ પણ મદદ કરી રહ્યા છે. સરકારના આદેશ બાદ હવે માંડવીની આ કોલેજનો વહીવટ ભુજની લાલન કોલેજના આચાર્ય સંભાળશે.