અબડાસા તાલુકાના સુજાપર, લુડઈ, નાંગિયા, બાડા, ત્રાંબૌ, બુટા ગામના સીમ વિસ્તારમાં રાની દીપડાએ છેલ્લા છ મહિનાથી ધામા નાખીને આતંક મચાવ્યો છે. સાત જેટલી ભેંસો અને અનેક નાના મોટા જીવનો શિકાર કરી ચૂકેલા આ દીપડાને ઝડપી પાડવા આ વિસ્તારના માલધારીઓએ વનતંત્રને અપીલ કરી છે. રાત્રીના સમયે ગામમાં ત્રાટકતા દીપડાથી પશુઓ તેમ જ માલધારીઓ ભયભીત છે. જોકે, આ દીપડો માલધારીઓનો પડકાર સાંભળીને ભાગી જાય છે.