હાલે કચ્છમાં શિયાળાની સિઝન ચાલી રહી છે. કડકડતી ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો સીંગલ ડીજીટમાં હોય છે. આમછતાં આંણદપર(યક્ષ)ના એક ખેડૂતની વાડીમાં ઉભેલા આંબામાં મોર આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. સામાન્ય રીતે કેરીનો પાક ભર ઉનાળે આવતો હોય છે. આમ આંબે મોર આવવાનો સમય થઈ ગયો છે. મહા મહિનાની શરૃઆતમાં જ મોર લાગવા માંડે છે. જો કે મોર આવે એ સમયે વાતાવરણ ગરમી વાળું જોઈએ. જેાથી મોર જલ્દી આવે, પરંતુ હાલ કચ્છમાં ઠંડીનો પારો સિંગલ ડીઝીટમાં ચાલી રહ્યો છે. તે વચ્ચે મોર આવતા ખેડૂતોમા ં પણ નવાઈ ફેલાઈ છે. આણંદપર(યક્ષ)ના કિસાનની પલીવાડ રોડ પર આવેલી વાડીમાં ભરશિયાળે મોર આવતા આ મુદે તેઓએ જણાવ્યું હતું કે, મોર લાગવાની સીઝન શરૃ થવાની તૈયારી છે. પણ ટાઢ હોવાછતાં મોર આવ્યા એ વિચારવા જેવી બાબત છે. નવાઈની બાબત એ છે કે, બે ઝાડ બાજુમાં છે જેમાં એકમાં આવ્યા નાથી જ્યારે બીજામાં મોર આવ્યા છે. તેાથી વધુ આશ્ચર્ય ફેલાયું છેે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, અમુક આંબાના ઝાડ પર પાની ફુટ આવતી હોય તો એના પર મોર મોડેાથી આવે છે અને અમુક વખતે મોર વગરના જ રહી જાય છે.