કચ્છમાં વિદેશી પક્ષીઓ આવ્યા વધારે પણ જોવા ઓછા મળે છે!

રણ પ્રદેશ કચ્છ ઐતિહાસિક, ભૌગોલિક, પ્રવાસન, ઔદ્યોગિક ક્ષેત્રની સાથે પ્રાકૃતિક ક્ષેત્રે પણ ઘણી વિશેષતાઓ ધરાવે છે. શિયાળો આવતા જ આખુ કચ્છ બહારાથી આવેલા પક્ષીઓના કલરવાથી ગુંજી ઉઠે છે. તેમાંય આ વખતે વરસાદ સારો થતા મહેમાન પક્ષીઓની સંખ્યા ખુબ જ વાધી છે. પરંતુ એક વિરોધાભાસી બાબત એવી પણ બહાર આવી છે કે, પક્ષીઓ વાધારે આવ્યા હોવાછતાં જોવા ઓછા મળે છે! ચોમાસાની વિદાય સાથે જ કચ્છમાં પક્ષીઓનું આગમન શરૃ થઈ જાય છે. સપાટ જમીનના રણપ્રદેશમાં ભરાયેલા પાણીથી નાના-મોટા ટાપુ જેવા સર્જાતા વિસ્તારોમાં ખોરાક, પાણી અને સલામતી મળી રહેતી હોવાથી સાઉદી અરેબિયા, યુરોપ, રશિયા, આફ્રિકા સહિતના દેશોમાંથી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને પક્ષીઓ અહી પ્રજનન કરવા માટે આવે છે. જેમાં સુરખાબ, કુંજ, વૈંયા, બતક, બગલા, ખડમોર, ટીલોર, ચંડુલ, દિવાળી ઘોડા, ધાનચીડી, બાજ, સમડી વગેરેનો સમાવેશ થાય છે. તાજેતરમાં પક્ષીપ્રેમીઓએ હાથ ધરેલા સર્વેમાં બહાર આવેલી વિગતો અંગે પક્ષીવિદ્દ નવીન બાપટના જણાવ્યા અનુસાર આ વખતે કચ્છમાં પક્ષીઓ ખુબ આવ્યા છે. પરંતુ વાધારે જળસ્ત્રોત રચાયા હોવાથી પક્ષીઓ ખલેલ વગરના અંતરિયાળ જળસ્ત્રોત તરફ જતા રહ્યા છે. માટે જોવા ઓછા મળે છે. થોડા દિવસો પૂર્વે એક ટીમ દ્વારા ભુજ આસપાસના તળાવ, માવજીરાઈ તળાવ, ખત્રી તળાવ, એડમન લેઈક, બેચરા ગામનું તળાવ, વિજ્યાસાગર ડેમ, ડોણ ડેમ, માંડવી બીચ, જ્યોતેશ્વર ડેમ વગેરે વિસ્તારમાં ફરીને પક્ષી ગણતરીનો સર્વે કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આ વિસ્તારમાં આ સમયે આઠેક હજાર પક્ષીઓ હોય છે, તેના બદલે આ વખતે માંડ એકાદ હજાર પક્ષીઓ જોવા મળ્યા છે.દુષ્કાળના સમયમાં ૧૦૦માંથી ૧૦-૧પ જળસ્ત્રોત જ ભરેલા હોય છે. માટે બાધા પક્ષીઓનો જમાવડો ત્યાં થાય છે. આ વખતે ૧૦૦માંથી ૯૦ જળસ્ત્રોત ભરેલા છે. માટે પક્ષીઓ વહેંચાઈ ગયા છે. માનવીય ખલેલ વગરના સલામત વિસ્તારો પક્ષીઓને વાધારે પસંદ આવે છે. પરિણામે પક્ષીપ્રેમીઓ માટે આ વખતે કચ્છમાં બર્ડ વોચીંગનું કાર્ય કઠીન બન્યું છે. રશિયા, સાઈબેરીયા, હિમાલય તરફાથી આવતા વિવિાધ પ્રજાતિના બતક, જુદા જુદા બગલા, ડોંક વગેરે ઓછા જોવા મળે છે. વળી ખડમોર અને ટીલોર જેવા પક્ષીઓ તો આ વખતે દેખાયા જ નાથી.