સાળંગપુર ખાતે ચતુર્થ સમુહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજિત ચતુર્થ સમુહ લગ્નોત્સવ પ્રસંગે આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ સાળંગપુર ખાતે યોજાયેલ ૧૫૧ દીકરીઓના સમૂહ લગ્નોત્સવના આયોજન બદલ આયોજકોને બિરદાવતા જણાવ્યું હતું કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ છે. તેમણે સમૂહ લગ્નના માધ્યમથી નવજીવન શરૂ કરવા જઈ રહેલા નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી તેઓ સમાજમાં શ્રેષ્ઠ પ્રગતિ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પણ આપી હતી.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કષ્ટભંજન દેવની કૃપા ગુજરાતની શાંતિ સલામતીનો આધાર બની છે. તેમણે આ તકે કષ્ટભંજન દેવ પ્રત્યેની તેમની આસ્થા પણ પ્રગટ કરી હતી. રાજ્યમંત્રીએ આ તકે મુખ્યમંત્રીશ્રી દ્વારા આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા તમામ સમાજના દંપતિઓને પાઠવવામાં આવેલ શુભેચ્છાઓનો ઉલ્લેખ કરી આ માટે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા હાથ ધરાયેલ કાર્યને બિરદાવ્યું હતું