અમદાવાદના નારણપુરામાં ટ્રેનની અડફેટે ચડતા બેનાં મોત

copy image

copy image

અમદાવાદના નારણપુરામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી રહી છે, જેમાં ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે સૂત્રોનું કહેવું છે, આ ઘટનામાં મોબાઈલ ફોન પર વાત કરવાની બેદરકારી જીવલેણ સાબિત થઈ હોવાનું જાણવા મળેલ છે. નારણપુરાના આદર્શ નગર પોલીસ ચોકી નજીક આવેલ રેલવે ટ્રેક પરથી પસાર થતી વેળાએ બે વ્યક્તિઓએ ટ્રેનની અડફેટે ચડતા જીવ ગુમાવ્યા છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.