આદિપુરના સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડનનો કોમર્શિયલ ઉપયોગ બંધ કરો

આદિપુરના વોર્ડ નં.૩-એમાં આશરે છ એકર જેટલી જગ્યામાં નવા બનેલા સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડનનો કોમર્શિયલ ઉપયોગ બંધ કરવાની માગણી સાથે સૃથાનિક રહેવાસીઓ દ્વારા ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. લોકોએ વધુમાં જણાવ્યું છે કે, કોમર્શિયલ ઉપયોગના કારણે ગંદકી, પ્રદુષણ અને પાર્કિંગ સહિતની નવી સમસ્યાઓ આ વિસ્તારમાં પેદા થશે.લોકોએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, દરરોજ એકાદ હજાર લોકો અહી સવાર-સાંજ વોકીંગ માટે આવે છે. આશરે ૯૦૦થી વધુ પરિવારો આસપાસના વિસ્તારમાં વસવાટ કરે છે. ગાર્ડનમાં ઉભા થનારા ગેમઝોન અને ફુડ ઝોનાથી અવાજ પ્રદુષણ વાધશે. વ્યાપકપણે ગંદકી ફેલાશે. અત્યારે પણ પાલિકા દ્વારા ચાર-પાંચ દિવસે માંડ સફાઈ થતી હોવાથી ગંદકી હોય છે. તેવામાં ફુડઝોન બનવાથી અહી રખડતા ઢોરની સંખ્યા અને ગંદકીનું પ્રમાણ વાધશે. આ વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસૃથાઓની કામગીરીમાં પણ ફુડ અને ગેઈમ ઝોનના કારણે ખલેલ પડશે. એકંદરે બગીચાનું હાલનું કુદરતી વાતાવરણ ડહોળાઈ જશે. એસઆરસી દ્વારા આ છ એકર જમીન પાલિકાને ગાર્ડન માટે આપવામાં આવી છે, તેમાં ક્યાંય પણ કોમર્શિયલ ઉપયોગનો ઉલ્લેખ નાથી. માટે હેતુ ફરી જતા શરતભંગ પણ થશે. ત્યારે લોકોના હિતોને ધ્યાને લઈને પાલિકા દ્વારા આયોજન પડતું મુકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો આપવા અને જરૃર પડયે કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.