ડિસા ઉતર પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ પીક અપ ડાલુ પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા

? અ.હેડ.કોન્સ મિલનદાસ, પો.કો પ્રકાશભાઇ, અમરસિંહ,દિનેશભાઇ તથા શંકરભાઇ ની ટીમે ડિસા વિસ્તારમાં પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો.મિલનદાસને બાતમી મળેલ કે આખોલ ચાર રસ્તા થી ડીસા તરફથી એક પિક અપ ડાલા નં GJ 12 Y 1786 નુ આવતુ હોઇ જેમા ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ.54 તથા છૂટી બોટલો નંગ.40 એમ કુલ બોટલો નંગ.2632 કિંમત રૂ.2,63,200/- નો વિદેશી દારૂ મળી આવેલ તેમજ પીક અપ ગાડીની કિંમત રૂ.2,00,000/- તથા મોબાઇલ નંગ-2 કિ.રૂ 2500/- એમ કુલ મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ.4,65,700/-નો ગણી કબ્જે કરી એક ઇસમ પકડાઇ ગયેલ જેનુ નામ લિલારામ હિરારામ જાતે.દેસાઇ અને એક ઇસમ નાસી ગયેલ તેનુ નામ જગો ઉર્ફે જગદીશભાઇ ભાણાભાઇ રબારી રહે.પઠામડા તા.થરાદ હોય તથા વિક્રમભાઈ બેચરાજી દેવાશી રહે.નાગોલડી તથા મો.નં ૮૯૦૫૩૬૫૭૬૩ તેના વિરુદ્ધ ડીસા ઉતર પોસ્ટે પ્રોહોબિશન ઍક્ટ હેઠળ કાર્ય વાહી કરવામાં આવેલ છે.