પાટણ તાલુકા પો.સ્ટે. વિસ્તારના ગુનાનું ડિટેક્શન કરી વાહન ચોરીનો ભેદ ઉકેલી ચોરીના બે મો.સા. સાથે એક ઇસમને જડપી પાડતી ઇન્વેસ્ટિગેશન ટીમ એલ.સી.બી., બનાસકાંઠા.

અ.હેઙ.કોન્સ. ભુરાજી નાગજીજી તથા અ.હેડ.કોન્સ. અશોકભાઈ સજાભાઈ તથા અ.પો.કોન્સ. ભુરાભાઈ કેવદાભાઈ તથા અ.પો.કોન્સ. રમેશભાઈ આંબાભાઈ વિ. પોલીસ સ્ટાફના માણસો આજરોજ આગથળા પો.સ્ટે. વિસ્તારમાં લાખણી ખાતે મીલ્ક‍ત સંબધી ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે વાસણા રોડ થી લાખણી બાજુ આવતા દેવરાજભાઈ દજાભાઈ જાતે-પટેલ રહે-ડુચકવાડા તા-દિયોદરવાળાને એક મો.સા. સાથે ઝડપી તેઓની પુછપરછ દરમ્યાન મો.સા. અંગે પૂછતાં તથા મો.સા.ના સાધનિક કાગળો માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવતા મો.સા. કબજે કરી તથા વધુ પુછપરછ કરતા બીજું મો.સા. આરોપીએ લાખણી મુકામે પોતાના માણસને ત્યાં રાખેલ જે મો.સા. પણ કબજે કરી બન્ને મો.સા. કિ.રૂ. ૫૦,૦૦૦/-ની ગણી બન્ને મો.સા. (1)GJ24R3385 (2)GJ02AL9421 મળી આવેલ જે મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ , ૪૧(૧)ડી મુજબ કબજે કરવામાં આવેલ છે તેમજ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આગથળા પો.સ્ટે.. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તથા GJ.24.R.3385 હીરો કંપનીનું પેશન પ્રો મો.સા.નો પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં.-68/2018 દાખલ થયેલ છે ઉપરોક્ત ઇસમને તથા મુદ્દામાલ આગથળા પો.સ્ટે સોંપવામાં આવેલ છે