મોરબીના લખધીરપુર રોડ પર ઇકો કારમાં આવેલા ત્રણ શખ્શોએ છરી વડે હુમલો કરીને યુવાન પાસેથી રોકડ અને મોબાઈલ સહીત કુલ રૂ ૭૦૦૦ ની લૂંટ ચલાવી કારમાં નાસી ગયા હતા જે અંગે ભોગ બનનારની ફરિયાદને આધારે પોલીસે તપાસ ચલાવી છે મૂળ બિહારના રહેવાસી અને હાલ લખધીરપુર રોડ પરના હરીકોલ કોલસાના ડેલામાં રહેતા સંજયકુમાર સુરેશભાઈ અકિલા પાસવાન પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે લખધીરપુર ગામના રોડ પર આરોપીઓ ગાંગુલી, જીગો અને રંજો ઇકો કાર નં જીજે ૩૬ એલ ૬૭૪૪ માં આવીને રોકી ઘુટું જવાના રસ્તા અંગે પૂછી લૂંટના ઈરાદે પકડી રાખી માર મારી અકીલા છરી વડે હુમલો કરી ફરિયાદીના ખિસ્સામાં રહેલ રોકડ રકમ ૨૦૦૦ અને મોબાઈલ સહીત કુલ રૂ ૭૦૦૦ ની લૂંટ કરી ઇકો કારમાં નાસી ગયા હતા તાલુકા પોલીસે લૂંટના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે