વિદેશથી ગેરકાયદેસર રીતે સોનું લાવવાના ષડયંત્રો હજુ પણ ચાલી રહ્યાં છે, થોડા સમય પહેલા એરપોર્ટ સ્ટાફની સંડોવણી સામે આવ્યાં પછી ચેકિંગ વધારીને સતર્કતા રાખવામાં આવતી હતી કે સોનાની દાણચોરી ન થાય, પરંતુ તે ચાલી જ રહ્યું છે, કસ્ટમ વિભાગે દુબઇની ફ્લાઇટમાં આવેલા બે પેસેન્જરની તપાસ કરતા તેમની પાસેથી 2 કિલો સોનું ઝડપી પાડ્યું છે, જેની કિંમત 92 લાખ રૂપિયા થાય છે, આ પેસેન્જરોએ બેગમાં સ્ટીલની જગ્યાએ સોનાનું પતરૂ બનાવ્યું હતુ અને બેગને અમદાવાદ એરપોર્ટ બહાર લઇ જવાની તૈયારી કરી હતી. જો કે કસ્ટમ વિભાગે બંને પેસેન્જરોને પકડી લીધા હતા અને તેમની પાસેનું સોનું જપ્ત કરી લીધું છે, નોંધનિય છે કે કસ્ટમ વિભાગે એરપોર્ટ પરથી છેલ્લા એક વર્ષમાં 67 કિલો જેટલું સોનું ઝડપી પાડ્યું છે, વિદેશથી આવતી ફ્લાઇટમાં આયોજનબદ્ધ રીતે કેટલીક ગેંગ દ્વારા સોનું મંગાવવામાં આવે છે, કેરિયર મારફતે સોનાની દાણચોરી થઇ રહી છે.