કંડલા પોર્ટ ટ્રસ્ટની ગઈકાલે મળેલી બોર્ડ બેઠકમાં વેસ્ટ નંબર ૧ અને ૨ની સામે પાકિગ પે.સેન્ટર બનાવવા અને લેન્ડ પર થયેલી દરખાસ્તમાં બે ટકાનો બોજ નાખવા સહિતની ૨૨ દરખાસ્તોને ચર્ચા વિચારણાના અંતે મંજૂરી આપવામાં આવી હતી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગઈકાલે કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન એસ.કે મહેતાના અધ્યક્ષ સ્થાને મળેલી બોર્ડ બેઠકમાં ૨૨ દરખાસ્ત ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બોર્ડ મિટિંગમાં ૨૨ જેટલી ફ્રી હોલ્ર્ડની દરખાસ્તોનું સ્ટેટમેન્ટ મૂકવામાં આવ્યું હતું જેને મંજૂર કરવામાં આવ્યું છે ૨૦૧૮ ૧૯ની સરખામણીએ ૨૦૧૯–૨૦મા ડિસેમ્બરમા ૮ ટકાનો ટ્રાફિકમાં વધારો થયો છે તો તુંણા ટેકરા કન્ટેનરોનો સર્વે કરવા માટે એજન્સીને કામ સોંપી દેવામાં આવ્યું છે તેના માટે એક કરોડથી વધુની રકમનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે આ બેઠકમાં કર્મચારીઓને લોકલ એલાઉન્સમાં વધારો કરવાનું નિર્ણય લેવામાં આવ્યો હતો આ ઉપરાંત ઇફકોની જગ્યા ખાલી હોય ત્યારે કંડલા પોર્ટમા ઓટીબીમાં વેટિંગમાં રહેલા જહાજોને જેટી ઉપર લાવવા માટેની ચર્ચા થઈ હતી અને પાર્ટી પાસેથી વધારાનો ખર્ચ લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે પોર્ટ અને પાર્ટી ૫૦–૫૦ ટકા ખર્ચ ભોગવે તેવા બોર્ડ બેઠકમાં નક્કી કરાયું હોવાનું સૂત્રોએ કહ્યું હતું