અંજાર ગુર્જર ક્ષત્રિય વિધાર્થી ભવનના બાળકોને અડદિયા વિતરણ કરાયું

શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય વિધાર્થી ભવન, અંજારમાં અભ્યાસ કરતાં બાળકોને તંદુરસ્તી જળવાઈ રહે, શરીર નિરોગી રહે તે હેતુસર શ્રી ક.ગુ.ક્ષ.સ. મહાસભાના ઉપપ્રમુખ તથા ડીઝલ વેચાણ ક્ષેત્રે ભારતભરમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ સ્થાન પ્રા કરનાર ગાંધીધામના સમાજ શ્રેી અને દિલેર દાતા મનોજભાઈ દુર્ગાલાલ વેગડ પરિવાર દ્રારા શુધ્ધ દેશી ઘીના અડદિયાનું વિતરણ ભવનમાં અભ્યાસ કરતાં બાળકો–બહેનોને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંજાર ભવનના પ્રમુખ સંજય પરમારે જણાવ્યું હતું કે, મનોજભાઈ વેગડ પરિવાર દ્રારા ભવનના બાળકોને દર વર્ષે અડદિયા વિતરણ, જરૂરિયાતમદં બાળકોને ફી, શૈક્ષણિક પ્રવાસ, ભવન રિનોવેશન માટેનું માતબર ડોનેશન આપવામાં આવેલ છે. આ પ્રસંગે મનોજભાઈ વેગડનું કેળવણી મંડળના પ્રમુખ બલરામભાઈ જેઠવાના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ભવનનો અહેવાલ નિરવ ટાંક–સહમંત્રીએ આપેલ હતું. આ પ્રસંગે સિનિયર સિટીઝન કલબના પ્રમુખ પ્રભુલાલ પરમાર, ઉપપ્રમુખ હિંમતલાલ રાઠોડ, ખજાનચી ધર્મેશ વાઢેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન–આભારવિધિ સંજય પરમારે કરેલ હતી.