સફેદ રણ હોય કે અન્ય કોઈ પર્યટન સ્થળ હોય તે સ્થળોના રસ્તાઓથી અજાણ હોવા છતાંયે વાહન ચાલકો પુરપાટ વાહન ચલાવી પોતાની બેદરકારીના કારણે પોતાનો અને પ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકે છે. કચ્છમાં ભીરંડીયારાથી સફેદ રણ ધોરડો જતી વેળાએ રસ્તામાં આવતી ગોલાઈઓ દરમ્યાન વાહન ચાલકો ઝડપને કારણે અકસ્માતને નોતરું આપે છે.આ માર્ગ ઉપર વધતાં જતાં અકસ્માતો વચ્ચે સુરતનો પરિવાર પણ અકસ્માતનો ભોગ બન્યો હતો.અમદાવાદ પાસિંગની ભાડૂતી ઇનોવા કારમાં સવાર પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે પુરપાટ જતી કારના ચાલક ઉંમર ઇસ્માઇલ દેસાઈએ કાબુ ગુમાવતાં કાર પુલિયા નીચે ખાબકી હતી.જેને કારણે સર્જાયેલા અકસ્માતમાં (૧) દર્શક એસ લાકડાવાલા, (૨) ભાવિન એસ લાકડાવાલા, (૩) પન્નાબેન એસ. લાકડાવાલા, (૪) દીપાલી દર્શક લાકડાવાલા, (૫) કિંજલ ભાવિન લાકડાવાલા, (૬) અરણવ દર્શક લાકડાવાલા, (૭) પ્રથમ ભાવિન લાકડાવાલા અને કાર ચાલક (૮) ઉંમર ઇસ્માઇલ દેસાઈને અસ્થિભંગ સહિતની નાની મોટી ઈજાઓ થતા તેમને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે. ખાવડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.