ભુજમાં બારકોડેડ રેશનકાર્ડના આધારિત અંગૂઠો આપીને સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીઓને માલસામાન આપવાનો છે પરંતુ અમુક સસ્તા અનાજના દુકાનદારો દ્રારા અંગૂઠા લીધા વગર જ માલસામાન અપાતો હોવાની બાતમી થી આસિસ્ટન્ટ કલેકટર અને મામલતદાર સહિતના ટીમોએ દરોડાં કરીને કાર્યવાહી શ કરી છે.સત્તાવાર સૂત્રોએ વિગતો આપતા કહ્યું હતું કે ભુજમાં પાંચથી વધુ સસ્તા અનાજની દુકાનોમાં ઓફલાઈન જથ્થો અપાતો હોવાની બાતમી મળી હતી અને આંકડા પણ વહીવટી તત્રં સમક્ષ આવ્યા હતા જેના પગલે આસિસ્ટન્ટ કલેકટર અને મામલતદાર સહિત ના ઉત્તરાધિકારી અને કર્મચારીઓની સંયુકત ટિમ એ ભુજમાં પાંચ વ્યાજબી ભાવની દુકાનોમાં તપાસ શ કરી હતી મને સંચાલકો પાસેથી રજીસ્ટર સહિતનું સાહિત્ય માંગીને તેની ચકાસણી કરી હતી જેના પગલે લાભાર્થીઓને ઓફલાઈન અનાજનો જથ્થો અપાતો હોવાની બહાર આવ્યું હતું કે અમુક દુકાનોમાં સંચાલકોના થતા નથી તો આધાર કાર્ડ લિન્ક ન હોવાથી લાભાર્થીઓના અંગૂઠો પણ મેચ થતા નથી રાશન કાર્ડ આધાર જોયા વગર જ સસ્તા અનાજના જથ્થાનું વિતરણ થતું હોવાનું બહાર આવ્યું છે.વહીવટી તંત્રની અલગ અલગ ટીમોએ તમામ જગ્યાએથી આધાર પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે સંચાલક પિયુષ ઠક્કર, જીજ્ઞાબેન ઠક્કર,અવિકુમાર શાહ, દીપક ઠક્કર અને રીંકુબેન ગોર સહિત પાંચ સંચાલકોની તપાસ કરવામાં આવી હતી આગામી સમયમાં વહીવટી તત્રં દ્રારા કાર્યવાહી કરવામાં આવશે તેઓ સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું અને વહીવટી તત્રં દ્રારા વ્યાજબી ભાવની દુકાનોમાં આ તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું સૂત્રોએ કહ્યું હતું