ગાંધીધામમાં પોલીસના હાથમાં ન આવેલા બુટલેગરે બે યુવાનો ઉપર હુમલો કર્યો

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ખોડીયાર નગર માં આરોપી તૈયબ ઓસમાણ રાયમા, જુસબ ઓસમાણ રાય માં, સલીમ ઓસમાણ રાયમાં એ તું અમારી બાતમી પોલીસને કેમ આપશ તેમ કહી ને મહેબૂબ શેરમામદ રાયમાં, અને સાહેદ અમીન ઉપર કુહાડીથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી અહીં પોલીસે ૮૮ હજારનો દારૂ ઝડપી પાડયો હતો અને તેમાં આરોપી તયબ ઓસમાણ રાયમાં પોલીસના હાથમાં આવ્યો ન હતો બાદમાં તેમણે બે યુવાનો ઉપર હુમલો કર્યો હતો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.