શહેરના મુંદરા રોડ પર બીએસએફના ૪૦૭ ટેમ્પોને અકસ્માત નડતા ૩ જવાનોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ સીમા સુરક્ષા દળનો ૪૦૭ ટેમ્પો ભુજથી ભારાસર તરફ તેમના કેમ્પમાં જતો હતો. ત્યારે સામેથી આવતી કારનાં ચાલકે નશાની હાલતમાં બેફામપણે પુરપાટ રીતે અને ગફલતભરી રીતે વાહન હંકારી બીએસએફના ટેમ્પોને ટક્કર મારી હતી. જેમાં ટેમ્પો પલટી મારી જતાં તેમાં સવારે ૧૭ર બટાલિયનના કોન્સ્ટેબલ તારાની મંડલ, હેડ કોન્સ્ટેબલ નીકમ વિનોદ અને એએસઆઈ ઉપદેશકુમારને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.