પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ધમડકા માં રહેતા ઈકબાલ હુસેન ખત્રી ઉંમર વર્ષ 51 એ સુરત થી કલકત્તા ની ફ્લાઇટ બુકિંગ કરાવી હતી ફ્લાઈટ કેંસલ થતા ટિકિટના રૂપિયા રિફંડ મેળવવા માટે યાત્રા એપ્લિકેશન ના હેલ્પલાઇન નંબર શોધીને તેની ઉપર ફોન કર્યો હતો અને સામે રાકેશ શર્મા નામના હિંદીભાષી શખ્સે ઈકબાલભાઈ ખત્રી પાસે પીએનઆર નંબર માંગી ને તમારું રિફંડ હોલ્ડ ઉપર છે હું કહું તે પ્રમાણે મેસેજ ફોરવર્ડ કરો અને ડેસ્કએપ ડાઉનલોડ કરવાનું કહેતા ઈકબાલભાઈ સોફ્ટવેર ડાઉનલોડ કર્યું હતું અને આરોપી રાકેશ શર્માએ અન્ય એક નંબર દીધા હતા તેની ઉપર તમામ મેસેજ ફોરવર્ડ કરવાનું કહ્યું હતું જેના પગલે ઈકબાલભાઈ તે નંબર ઉપર મેસેજ ફોરવર્ડ કરતા તેમના ખાતામાં એક પછી એક ટ્રાન્જેક્શન થવા લાગ્યા હતા અને નવ ટ્રાન્ઝેક્શનમાં 99990 રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા આરોપી ઠગાઈ કરી રહ્યો હોવાની ખબર પડતાં ઈકબાલભાઈ ખત્રીએ ફોન કટ કર્યો હતો ત્યાં સુધીમાં તો ખાતા માંથી એક લાખ રૂપિયા ઉપડી ગયા હતા ઈકબાલભાઈ ખત્રી નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે