કોરોના વાયરસ સતત સમગ્ર દેશમાં પગપેસારો કરી રહ્યો છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 17 હજાર પર પહોંચી છે સાથેજ 543 લોકોના મોત થયા છે. કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્ર અને દિલ્લીમાં જોવા મળી રહી છે. તો મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકની સંખ્યા 4 હજાર પર પહોંચી છે જ્યારે દિલ્લીમાં 2 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ સાથે દુખદ સમાચાર સામે આવી રહ્યા છે કે હવે કોરોનાએ પત્રકારોને પણ પોતાની ઝપેટમાં લેવાના શરૂ કર્યા છે. મહારાષ્ટ્રમાં 4000 મુંબઈના 53 પત્રકારોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાંથી ઘણાં રિપોર્ટર પણ છે. તો 16 એપ્રિલે મહારાષ્ટ્રની એક પત્રકાર સંસ્થા દ્વ્રારા કુલ 167 પત્રકારોએ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર, દિલ્લી, ગુજરાત, રાજસ્થા, તમિલનાડૂ અને મધ્યપ્રદેશમાં કોરોનાથી સંક્રમિત લોકોમાં વધારો થઈ રહ્યો છે અને આ 6 રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 12311 થઈ ગઈ છે