મહારાષ્ટ્રમાં વિઆઈપી બંગલામાં તૈનાત મુંબઈ પોલીસના જવાન કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, મુંબઈમાં કેન્દ્રીય સામાજિક ન્યાય આધિકારિકતા મંત્રી રામદાસ આઠવલેના બંગલા પર ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.મંગળવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના માલાબાર હિલ્સ પર ફરજ બજાવી રહેલા બે મહિલા પોલીસકર્મીના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા. ત્યારબાદ ત્યાં રહેલા છ પોલીસકર્મીઓને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી જીતેન્દ્ર આવ્હડના ખાનગી સુરક્ષાકર્મીઓનો ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો છે.ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૩૧ કોરોનાના કેસ સામે આવ્યા છે/ જયારે છેલ્લા ૨૪ કલાકમાં આ રાજ્યમાં ૧૮ લોકોના મોત નીપજ્યા છે. મુંબઈમાં એક દિવસમાં ૧૦ લોકોના મોત નિપજ્યા છે, મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૫૬૦૦ને પાર પહોચી ગઈ છે.