અમેરિકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોરોનાના ૨૫૦૨ મોત નોંધાયા છે. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા પુરા પાડવામાં આવતા આંકડામાં આ વિગત રજૂ થઈ હતી. બીજી તરફ અમેરિકાના ૫૦માંથી ૩૫ રાજ્યોને રિ-ઓપન કરવા માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકામાં કેસની સંખ્યા વધીને ૧૦.૬૯ લાખ થઈ ગઈ છે, જ્યારે મોત ૬૨ હજારથી વધારે નોંધાયા છે. સમગ્ર વિશ્વમાં કેસ ૩૨.૫૬ લાખથી વધારે અને મૃત્યુ ૨.૩૦ લાખથી વધારે નોંધાયા છે. ૧૦.૨૮ લાખ દરદી સાજા થયા છે. ટ્રમ્પ સહિત વિશ્વના ઘણા નેતાઓ આ વાઈરસ ચીને લેબોરેટરીમાં તૈયાર કર્યો હોવાની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. કેટલાક નિષ્ણાતોએ વાઈરસ ચીનનું બાયોલોજિકલ વેપન્સ (જૈવિક હથિયાર) હોવાનો આક્ષેપ પણ કર્યા છે. એ વચ્ચે અમેરિકી ઈન્ટેલિજન્સ એજન્સીએ કહ્યું હતું કે આ વાઈરસ માનવનિર્મિત હોવાના પુરાવા હજુ સુધી મળ્યા નથી. એ દિશામાં તપાસ જોકે ચાલી રહી છે. અમેરિકી ઈન્ટેલિજન્સના ડિરેક્ટરે કહ્યું હતુ કે હજુ સુધી આ વાઈરસ કોઈએ તૈયાર કર્યો હોય એવા પુરાવા મળ્યા નથી. અમે પણ એમ જ માનીને ચાલીએ છીએ કે વાઈરસ કુદરતી રીતે ઉત્પન્ન થયેલો છે. તો પણ વાઈરસના મૂળની તપાસ ચાલુ જ છે.અમેરિકાના કોરોનાગ્રસ્ત ૫૦ પૈકી ૩૫ રાજ્યો ફરીથી ખુલવા માટે તૈયાર છે. એ અંગેનો પ્લાન ટ્રમ્પ પાસે આવ્યો હતો અને ટ્રમ્પે મંજૂર કર્યો છે. આ અંગે ટ્રમ્પે કહ્યું હતું કે હવે કપરો સમય પુરો થવામાં છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતુ કે આપણે અદૃશ્ય દુશ્મન સામે લડી રહ્યા છીએ અને તેને ટૂંકમાં ખતમ કરી નાખીશું. બીજી તરફ બ્રિટને જાહેરાત કરી હતી કે ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને લેવા માટે વધુ સાત ફ્લાઈટ મોકલવાનું નક્કી કર્યું છે. કોરોનાના કેર દરમિયાન હજારો બ્રિટિશ પ્રવાસીઓ ભારતમાં ફસાયા હતા. અત્યાર સુધી ૫૨ ફ્લાઈટ દ્વારા ૧૩ હજાર નાગરિકોને પરત બ્રિટન બોલાવી લેવાયા છે. હવે બીજી સાત ફ્લાઈટ દ્વારા વધુ બે હજારને તેમના દેશમાં લઈ જવાશે.અમેરિકામાં કોરોના ભથ્થુ માંગનારા નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે. ગયા અઠવાડિયે બીજાં ૩૮ લાખ લોકોએ કોરોના ભથ્થાં માટે સરકારમાં અરજી કરી હતી. અત્યાર સુધીમાં કુલ ૩ કરોડ નાગરિકોએ અરજી કરી છે. બીજી તરફ યુરોપના અર્થતંત્રમાં ૧૯૯૫ પછીનો સૌથી મોટો ૩.૮ ટકાનો ઘટાડો પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોંધાયો હતો. યુરોપના ૪૪ પૈકી ૨૧ દેશોએ કોરોના માટે મુકેલા લૉકડાઉન સહિતના નિયંત્રણો હળવા કરી દીધા છે. તો બીજા ૧૧ દેશો આગામી દિવસોમાં નિયંત્રણો હટાવવાની પેરવીમાં છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને પણ કહ્યું હતું કે કોરોનાનો ખરાબમાં ખરાબ સમય પુરો થઈ ગયો છે. હવે ધીમે ધીમે કેસ ઘટશે અને સ્થિતિ થાળે પડશે. બ્રિટનમાં કુલ કેસ ૧.૬૫ લાખથી વધારે જ્યારે મૃત્યુ ૨૬ હજાર જેટલા થયા છે. પરંતુ નવા કેસની સંખ્યા ઓછી થઈ છે.રશિયામાં કોરોનાની સ્થિતિ ગંભીર થઈ છે. અહીં કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે પણ મૃત્યુઆંક હજુ હજાર જેટલો જ છે. અલબત્ત રશિયામાં કોરોનાના ૨૮૫ હોટ સ્પોટ જાહેર થયા છે. લૉકડાઉનને કારણે ત્યાં પણ હોસ્પિટલ સ્ટાફ અને લોકો વચ્ચે સંઘર્ષ વધ્યો છે. મેડિકલ સામગ્રીની અછત પણ આગામી દિવસોમાં સર્જાઈ શકે છે. આ તરફ દક્ષિણ કોરિયાએ કહ્યું હતુ કે અમારે ત્યાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એક પણ નવો કેસ નોંધાયો નથી. એટલે ૨૯ ફેબુ્રઆરી પછી કોરોનાનો કેસ ન હોય એવો કાલે પહેલો દિવસ હતો. લૉકડાઉન વખતે જીવનજરૂરી ચીજોની જ ડિલિવરી થાય એ જરૂરી છે. લોકો બિનજરૂરી ચીજો મંગાવે અને કંપનીઓ તેેની ડિલિવરી પણ કરે છે. ફ્રાન્સે આ સ્થિતિ ટાળવા માટે આકરો નિયમ બનાવ્યો છે. જો એમેઝોન બિનજરૂરી હશે એવી કોઈ ચીજની ડિલિવરી કરશે તો ૧ લાખ યુરો ડૉલર (રૂપિયા ૮૨.૫૦ લાખ)નો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. એમેઝોન અને અન્ય કંપનીઓ બિઝનેસની લાલચમાં અમુક બિનજરૂરી ચીજોની પણ ડિલિવરી કરી રહી હોવાનું જણાયા પછી સરકારે આ નિર્ણય લીધો હતો.હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અમેરિકાની રસી બનાવતી કંપની મોેડેર્નામાં હિસ્સો ધરાવે છે. થોડા દિવસ પહેલા પ્રોફેસર ટિમોથી સ્પ્રિંગરને અચાનક ખબર પડી કે તેમની સંપતિમાં ૩૨ કરોડ ડૉલરનો વધારો થયો છે. કેમ કે જે કંપનીના શેર તેઓ ધરાવે છે એ કંપનીને સરકારે રસી બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. માટે એ કંપનીની ડિમાન્ડ ફૂટી નીકળી હતી. તેના પરિણામે કંપનીમાં રોકાણ ધરાવતા આ દુનિયાભરની વિમાની સેવાઓ કોરોનાને કારણે બં છે. અનિવાર્ય હોય એવી ફ્લાઈટો જ ઉડે છે. એ ઉપરાંત મેડિકલ સામગ્રી લઈ જતી ફ્લાઈટો આકાશમાં ચડે છે. દુનિયાભરના વિમાનો પર નજર રાખતી સાઈટ ફ્લાઈટ રેડારે આકાશી ટ્રાફિકના નકશા રજૂ કર્યા હતા. આખા જગતમાં સૌથી વધુ એર ટ્રાફિક એટલાન્ટિક મહાસાગર પર જોવા મળે કે કે યુરોપ અને અમેરિકાને જોડતો એ રૂટ છે. એ રૂટની ૭મી માર્ચ અને ૨૭મી એપ્રિલની સ્થિતિ અહીં જોઈ શકાય છે. 72 વર્ષિય પ્રોફેસરને મળનારા શેરના વળતરમાં ૧૭ હજાર ટકાનો વધારો થયો હતો.મધ્ય એશિયાઈ દેશ તજિકિસ્તાન અત્યાર સુધી કોરોના મુક્ત હતો. તેમાં એક સાથે પંદર કેસ નોંધાયા છે. આ દેશના પડોશમાં જ ઈરાન છે, જ્યાં મોટી સંખ્યામાં કોરોનાના દરદી છે. અત્યાર સુધી કોરોના મુક્ત હોવાનો દાવો કરતી તજિકિસ્તાની સરકાર આ કેસથી ચિંતામાં પડી ગઈ છે અને વાઈરસ ફેલાતો અટકાવવા પગલાં લેવા વિચારી રહી છે. બ્રાઝિલના એમેઝોન જંગલમાં આવેલા શહેર માનાઉસમાં અચાનક કોરોનાના કેસ વધી ગયા છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી રોજના સરેરાશ ૧૦૦ મોત નોંધાઈ રહ્યા છે. માટે શહેરના તમામ કબ્રસ્તાનોમાં ભીડ થઈ ગઈ છે. સરકાર હવે અહીં એક સાથે પાંચ પાંચ લાશોની દફનવિધિ કરી રહી છે. દક્ષિણ અમેરિકા ખંડમાં સૌથી વધુ ૮૦ હજાર જેટલા કેસ બ્રાઝિલમાં છે. ત્યાં અત્યાર સુધીમાં સાડા પાંચ હજારથી વધારે મોત થયા છે.