જીંદગી કહાં રૂકતી હેં, તુમને પહિયે થામે,….હમને ઉમ્મીદ બસા લી…

કોરોના મહામારીના કારણે સમગ્ર માનવ જાત ઘરોમાં કેદ છે. ત્યારે મુક્ત છે પક્ષી અને પશુઓ.જે અત્યાર સુધી માનવીના હસ્ત ક્ષેપથી પોતાનું કુદરતી જીવન અને આશ્રયને ગુમાવીને લાચાર થઇ ભટક્તા હતા. હવે માણસ કેદ છે. પક્ષીઓ આઝાદ છે. આપણા ઘરોની આસપાસ રહેતા શાંતિના દુત કબુતરો આજે મુક્ત થઈને પોતાનો માળો ગાડીના અરીસામાં બનાવ્યો છે. માણસ આ અરીસામાં પાછળની બાજુ જોવે છે. જ્યારે આ પક્ષીએ એજ અરીસામાં પોતાનો માળો બનાવી પોતાની આવનારી પેઢીને જોઈ છે.પોતાના ભવિષ્યને જોયું છે.