જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સૈન્યના જવાનો અને આતંકીઓની વચ્ચે થયેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ, મેજર સહિત 5 જવાનો શહીદ થયા છે. આ અંગે મળતી જાણકારી અનુસાર જમ્મુ-કશ્મીરના હંદવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાના કર્નલ, મેજર સહિત 5 જવાન શહીદ થયા છે. જ્યારે સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ આ ઓપરેશનમાં 21 રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા શહીદ થયા છે. હાલ પણ સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.જવાનોને આ અંગે બાતમી મળી હતી કે કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકવાદીઓએ એક પરિવારને બંધક બનાવ્યો છે. ત્યારબાદ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. જવાનોએ ઘરમાંથી બંધકોને મુક્ત કરાવ્યા અને ફાયરિંગમાં 2 આતંકી ઠાર થયા હતા. જો કે આતંકીઓ સાથેની આ અથડામણમાં સેનાના 2 વરિષ્ઠ અધિકારી સહિત 5 જવાનો શહીદ થયા છે.