વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિનની સર્વ પત્રકાર મિત્રોને શુભેચ્છાઓ.

સર્વ મિત્રોને કલમની ધાર તેજ થાય.લોકોના પ્રશ્નોને વાચા આપતી થાય તેવી મંગલ કામના.ભાષા શુધ્ધી,ધ્યેયશુધ્ધીની સાથે મિત્રચારીની ભાવના સાથે સંગઠન શક્તિ મજબુત બને. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરમાં પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારોની સુરક્ષા નક્કી કરવાનું છે. પ્રેસ સુરક્ષાના મામલામાં ભારતનું સ્થાન ખૂબ જ નીચે છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા ના ઇન્ડેક્સમાં 180 દેશોમાંથી ભારતનો નંબર 142મો આવે છે. છેલ્લા ચાર વર્ષમાં ભારતનું સ્થાન સતત નબળુ પડી રહ્યુ છે. લોકશાહી દેશ નો ચોથો સ્તંભ પત્રકારત્વને માનવામાં આવે છે. પરંતુ આ સ્તંભ ઉપર હવે સત્તાધારીઓ ના ઈશારે રંગકામ થઈ રહ્યું છે.આ મામલે આપણા પાડોશી દેશોની વાત કરીએ તો નેપાળ, શ્રીલંકા મ્યાનમારમાં પ્રેસની સ્વતંત્રતા ખૂબ સારી છે. જે તેમનો પ્રેસ સ્વતંત્રતા ઇન્ડેક્ષ દર્શાવે છે. ભૂટાન 67, નેપાળ 112, શ્રીલંકા 127, જ્યારે મ્યાનમાર 139 માં ક્રમે છે. પાકિસ્તાન નો નંબર આ યાદીમાં 145મો આવે છે.જ્યારે ચીનનો ક્રમ 177 મો આવે છે.એક અહેવાલ મુજબ 2014 થી 2019 દરમિયાન ભારતમાં પત્રકારો પર 198 જેટલા હુમલાઓ થયા. જેમાંથી 36 હુમલાઓ 2019માં કરવામાં આવ્યા હતા. 40 હુમલામાં પત્રકારોની હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે તેમાંથી 21 હુમલાઓ તો કોઈ સમાચાર છપાવા થી નારાજ થયેલા લોકોએ કરાવી હતી. કહેવાય છે કે આ હુમલાઓમાં ૭૦ ટકા જેટલા કિસ્સાઓમાં તો ફરિયાદ જ દાખલ નથી થઇ.આવી સ્થિતમાં સંઘ શક્તિએ જ આપણાં સૈા માટે સહારો છે.