ગુજરાતમાં વધતા જતા કોરોનાને કેસ વચ્ચે ભાવનગરમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. અને એક સાથે 17 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. 10 કેસ કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી સામે આવ્યાં છે. જ્યારે એક કેસ ચિત્રા વિસ્તારમાંથી તો અન્ય કેસ સંઘેડિયા બજાર સહિતના વિસ્તારમાંથી આવ્યાં છે. આ સાથે જ ભાવનગરમાં કોરોના પોઝિટિવની સંખ્યા 73એ પહોંચી ગઈ છે.દેશમાં કોરોનાના કેસની ગતિમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 42 હજાર 505 કેસ નોંધાયા છે. જ્યારે 1 હજાર 391 જેટલા લોકોના મોત થયા.. દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસ નોધાયા. જ્યાં કોરોનાના કેસની સંખ્યા 13 હજારને નજીક છે. તો અત્યાર સુધીમાં 548 લોકોના મોત થયા.મહારાષ્ટ્ર બાદ ગુજરાત દેશમાં બીજા ક્રમાકે છે. ગુજરાતમાં 5 હજાર 400થી વધારે કેસ જ્યારે કે, 290 લોકોના મોત થયા.. તો દેશની રાજધાની દિલ્હીમાં પણ એક દિવસમાં 427 જેટલા કેસ નોંધાયા આ સાથે દિલ્હીમાં કુલ 4 હજાર 549 કેસ નોંધાયા છે. દેશના અન્ય રાજ્યમાં તમિલનાડુ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના કેસની સંખ્યા ત્રણ હજારને નજીક છે. ત્યારે દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.