ડિગ્રી લેવા જતાં જ કેનેડામાં માર્ગ અકસ્માતમાં ગુજરાતનાં યુવકનું અવસાન

image-126

copy image

copy image

આણંદ જિલ્લાના ઓડ ગામના ૨૧ વર્ષીય આશાસ્પદ યુવક દિવ્યાકુમાર પટેલનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં કરુણ અવસાન થયું છે. મળતી માહિતી મુજબ ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે કેનેડા ગયેલો દિવ્યાકુમાર જ્યારે પોતાની ડિગ્રી મેળવવા જઈ રહ્યો હતો, ત્યારે કેનેડાની ફ્રેન્ચ નદી નજીક હાઇવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ થવાના કારણે ૨૧ વર્ષીય યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ આઘાતજનક સમાચાર મળતા જ ઓડ ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.