સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે હાહાકાર મચેલો છે અને ભારતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વઘારો થઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે ભારતે કોરોના વાયરસની વેક્સિન શોધવા મામલે એક મહત્વનું પગલું ભર્યું છે.ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના ખાત્મા માટે સમગ્ર વિશ્વમાં વેક્સિન શોધાઈ રહી છે અને ઈટાલી-ઈઝરાયલ જેવા દેશો કોવિડ-19ની વેક્સિન બનાવવાનો દાવો કરી ચુક્યા છે. ત્યારે હવે ભારત પણ કોરોના વાયરસની વેક્સિન બનાવવાની દિશામાં આગળ વધ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓઉ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ સાથે મળીને દેશમાં જ કોવિડ-19 માટેની વેક્સિન તૈયાર કરવાની દિશામાં કામ ચાલુ કર્યું છે.બંને સાથે મળીને ભારતમાં જ કોરોના માટેની વેક્સિન તૈયાર થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરવા માટે પુણે ખાતેની લેબથી વાયરસ સ્ટ્રેનને ભારત બાયોટેક મોકલી આપવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ જો વેક્સિન તૈયાર થઈ જશે તો સૌ પ્રથમ જાનવરો પર તેની ટ્રાયલ કરવામાં આવશે અને જાનવરો પરની ટ્રાયલ સફળ થયા બાદ તેનું હ્યુમન ટ્રાયલ શરૂ કરાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું કે, “વેક્સીનથી લઈને ડ્રગ્સનું સંશોધન, આયુષની દવાઓને સમર્થન વગેરે મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ નેતૃત્વ કરી રહ્યા છે.આયુષની કેટલીક દવાઓને લઈ ભારતીય ઈતિહાસમાં પ્રથમ વખત ક્લીનિકલ ટ્રાયલની પહેલ થઈ છે. આગામી સમય માટે તે એક ઐતિહાસીક પગલું બની શકે છે. ભારતમાં વેક્સિન શોધવા માટે વૈજ્ઞાનિકો પોતાનું સંપૂર્ણ જોર લગાવી રહ્યા છે.