ભારતથી 684 કિલોમીટરના અંતરે ચીને કૃત્રિમ ટાપુ બનાવ્યો: સેટેલાઈટ ઈમેજમાં ધડાકો

આખી દુનિયાનું ધ્યાન કોરોના સામે છે ત્યારે ચીને વિસ્તારવાદી નીતિ અમલમાં મૂકી છે. એક તરફ દક્ષિણ ચીની સમુદ્રમાં પગપેસારો શરૂ કર્યો છે, બીજી તરફ હિંદ મહાસાગરમાં પક્કડ મજબૂત કરવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે. તેના ભાગરૂપે માલદિવ્સની નજીક ચીને કૃત્રિમ ટાપુ બનાવવાનું કામ આદર્યું છે.ભારતથી ૬૮૪ કિલોમીટરના અંતરે માલદિવ્સની જળસીમામાં ચીને કૃત્રિમ ટાપુ બનાવવાનું કામ શરૂ કર્યું છે. ઓપન સોર્સ ઈન્ટેલિજન્સ એનાલિસ્ટ ડીટ્રેસ્ફા સેટેલાઈટ ઈમેજના આધારે આ ખુલાસો થયો હતો. સેટેલાઈટ ઈમેજમાં જણાતું હતું એ પ્રમાણે ચીને માલદિવ્સની નજીક અને ભારતથી ૬૮૪ કિલોમીટર દૂર ટાપુ બનાવવાનું શરૂ કર્યું છે.ચીને ૨૦૧૬માં જ આ વિસ્તારવાદી નીતિનો પાયો નાખી દીધો હતો. માલદિવ્સના ભારત વિરોધી પૂર્વ પ્રમુખ અબ્દુલ્લા યામીન પાસેથી ૨૦૧૬માં ચીની કંપનીઓએ ૧૬ ટાપુ લીઝથી ખરીદ્યા હતા. હવે ચીન આ ટાપુઓની નજીક મોટા પાયે કૃત્રિમ ટાપુ બનાવીને હિંદ મહાસાગરમાં તેની શક્તિ વધારવાની પેરવી કરી રહ્યું છે.નિષ્ણાતોએ એવી શક્યતા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં ચીન આ ટાપુ ઉપર સૈન્યબળ કે હથિયારો તૈનાત કરીને ભારતને ઘેરવાની કોશિશ કરશે. ચીને માલદિવ્સને કરજમાં ડૂબાડી દીધું છે અને હવે તેનો ફાયદો લેવાનું શરૂ કર્યું છે. વૈશ્વિક સ્તરે પક્કડ મજબૂત બનાવવા ચીને નાના દેશોને પોતાની જાળમાં ફસાવ્યા છે. એમાં માલદિવ્સનો પણ સમાવેશ થાય છે. ૯૦ હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા માલદિવ્સને ડ્રેગને ભરડામાં લીધું છે. માલદિવ્સથી ભારત સુધી પહોંચતા લડાકુ વિમાનોને ૨૦ મિનિટનો સમય લાગે છે. હિંદ મહાસાગરના માર્ગે અબજો ડોલરનો વેપાર થાય છે. પોતાના વેપારી જહાજોની સુરક્ષાના બહાને ચીન હિંદ મહાસાગરમાં નજર રાખે છે. માલદિવ્સમાં લશ્કરી તૈનાતી કરીને ચીન અરબ સાગરમાં પણ કદ વધારવાની વેતરણમાં છે.સિક્કિમ સરહદે તંગદિલી પછી ચીને કહ્યું, અમારા સૈનિકો શાંતિ જાળવવા પ્રતિબદ્ધ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સિક્કિમ સરહદે નાથુ લા પાસ નજીક ધક્કામૂક્કી થઈ હતી: ચાર ભારતીય સૈનિકોને ઈજા થઈ હતીભારત-ચીનના સૈનિકો વચ્ચે સિક્કિમ સરહદે તંગદિલી સર્જાઈ હતી. બંને સૈન્ય વચ્ચે ધક્કામૂક્કી અને પથ્થરમારો થયો હતો, જેમાં ભારતના ચાર સૈનિકોને ઈજા થઈ હતી. એ મુદ્દે હવે ચીનનું સત્તાવાર નિવેદન આવ્યું છે. ચીને કહ્યું હતું કે તેના સૈનિકો શાંતિ જાળવી રાખશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ નિવેદન આપ્યું હતું.સિક્કિમ સરહદે ભારતીય સૈન્ય સાથે ઝપાઝપી મુદ્દે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે ભારત અને ચીન સતત એકબીજાના સંપર્કમાં છે અને સહકાર આપી રહ્યા છે.અમે એકેય રાજકીય કે કૂટનૈતિક એક્ટિવિટીને સમર્થન આપતા નથી. સિક્કિમ સરહદે થયેલા સંઘર્ષ બાબતે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચીનનું સૈન્ય શાંતિ જાળવવા કટિબદ્ધ છે. સરહદે બંને દેશોના હિતો જળવાયેલા હોવાથી આવા સંઘર્ષ થતા રહે છે, પરંતુ બંને દેશો પ્રાદેશિક શાંતિ જાળવી રાખશે.ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારત સાથે સંવાદ સાધીને આ વિવાદનો ઉકેલ લાવવાની કોશિશ થશે. અત્યારે દુનિયા કોરોના સામે લડી રહી છે ત્યારે ભારત-ચીન પણ એમાં સહયોગી બનીને કામ કરે છે.ઉલ્લેખયની છે કે નાથુલા પાસ નજીક બનેલી આ ઘટનામાં ચાર ભારતીય સૈનિકો ઘાયલ થયા હતા. ચીનના સાત સૈનિકોને ઈજા થઈ હતી. ભારતે ચીની સૈનિકોના આક્રમક અંદાજનો વિડીયો બનાવ્યો હતો. ચીની સૈનિકોએ સરહદે ઉત્પાત મચાવ્યો પછી ભારતે તેનો જવાબ આપ્યો હતો.