વડાપ્રધાન મોદીએ ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી અને દેશમાં લોકડાઉનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ આજે પીએમ ઓફિસ તરફથી ટ્વીટ કરી જણાવાયું છે કે આજે રાત્રે 8 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે. આજના સંબોધનમાં વડાપ્રધાન મોદી 17મી મે પછી લોકડાઉનની સ્થિતિ દેશમાં શું હશે તે અંગે મહત્વની ઘોષણા કરી શકે છે.