સમગ્ર દેશભરમાં છેલ્લા દ્યણા સમયથી કોરોના વાયરસની મહામારીનું સંકટ ચાલી રહ્યું છે. જેના કારણે દેશમાં છેલ્લા ૫૪ દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન દરમિયાન પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે કે લોકડાઉનના નિયમોનું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને તેનો ભંગ કરનારા લોકો પર આકરા પગલા લેવામાં આવે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કવોરન્ટાઈન સેન્ટરમાં અશ્લિલ ડાન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સમસ્તીપુર જિલ્લાના વિભૂતિપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી ઉત્ક્રમિત મધ્ય વિદ્યાલયમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડયા હતા.કરર્ખ ગામના મધ્ય વિદ્યાલયમાં બનાવવામાં આવેલા કવોરન્ટાઈન સેન્ટરમાં સોશિયલ ડિસ્ટન્સિંગને નેવે મુકીને ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અશ્લીલ ગીતો વગાડવામાં આવ્યા હતા. આ શાળાને કવોરન્ટાઈન ઝોનમાં બદલીને તેમાં કવોરન્ટાઈન કરાયેલા પ્રવાસી મજૂરોને રાખવામાં આવ્યા છે.શાળામાં આ પ્રકારના ડાન્સ કાર્યક્રમનું આયોજન કોણે કર્યુ અને તેમાં ડાન્સ કરનારા કલાકારોને પ્રવેશ કેવી રીતે મળ્યો તેના પર પ્રશ્નો ઉદ્બવ્યા છે. આખરે કોની સંમતિથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વહેતા થયા છે.સોશિયલ મીડિયા પર ડાન્સના વીડિયો વાયરલ થયા બાદ એડિશનલ કલેકટરનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેમણે આ સમગ્ર દ્યટનાની તપાસ કરવાના આદેશ આપ્યા છે અને આમાં દોષિત જણાશે તે લોકો પર કાયદેસરના પગલા ભરવામાં આવશે. અમે પ્રવાસી મજૂરોના મનોરંજન માટે શાળામાં ટીવીની સગવડ પણ કરી આપી છે. પરંતુ પ્રશાસન આ પ્રકારના મનોરંજનની પરવાનગી કયારેય નથી આપતું