કાસેઝના કાપડના વેપારીઓ પાસે ખંડણી માગનાર શખ્સ હરિયાણામાંથી ઝડપાયો

કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સેકન્ડ કપડાના વેપારી પાસે ખંડણી માગીને ધમકી આપનાર તેમજ આ સિવાયના ખંડણી સહિતના ઘણા ગુનામાં સંડોવાયેલા હરિયાણાના શખ્સને કચ્છ પોલીસે પાણીપત જઈને ઝડપી લીધો છે. તેની સાથે તેના સાગરીતની પણ ધરપકડ કરવામાં આવી છે.આ અંગેની મળતી વિગતો અનુસર ગત તા.ર૧ના રોજ ગાંધીધામના અપનાનગરમાં રહેતા મોહંમદ રફીક લાલ મોહંમદ બારાને હરિયાણાના પાણીપતના અફરોઝ શરફુદ્દીન અંસારી નામના શખ્સે કાપડનો વેપાર પોતાને આપવા માટે મારી નાખવાન ધમકી આપી હતી. તેણે આ વેપારીના ભાઈનું અપહરણ પણ કર્યું હતું. આ ફરિયાદના પગલે પૂર્વ કચ્છ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં આ શખ્સ હરિયાણામાં હોવાની બાતમી મળતા પોલીસની ટીમ પાણીપત પહોંચી હતી. જો કે આ શખ્સ સીમ વિસ્તારમાં વારંવાર પોતાનું સૃથળ બદલતો હોવાથી પોલીસના હાથમાં આવતો નહોતો. સતત ચાર દિવસ સુાધી પોલીસ ટીમે દોડાધામ કર્યા બાદ ટેકનિકલ સર્વેલન્સ ટીમની મદદાથી યમુના નદીના કાંઠાના ગામ ગડીબેસક પાસેાથી આ શખ્સ અફરોઝ અને તેના સાગરીત અનવર જાનમામદ રાજાને ઝડપી લીધો હતો.આ શખ્સને હરિયાણાથી ગાંધીધામ લાવી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપાયો છે. ગાંધીધામ એ-બી ડીવીઝનમાં આ શખ્સ તેમજ અનવર વિરૃદ્ધ ધમકીનો ગુનો દાખલ થયો હોવાથી તેમજ અનવર લાકડા ચોરીમાં ફરાર હોવાથી તેનો પણ કબ્જો લેવામાં આવ્યો છે. પૂર્વ કચ્છના પોલીસ વડા પરીક્ષીતા રાઠોડના જણાવ્યા પ્રમાણે અફરોઝ અંસારી ગાંધીધામ ખાતે આવેલ કંડલા સ્પેશિયલ ઈકોનોમીક ઝોન ખાતે વેપાર ધંધા કરતા વેપારીઓમાં અવારનવાર અલગ અલગ કામ ધંધા માટે તેમજ ખંડણી બાબતે ટેલીફોનીક સંપર્ક કરી ધામાધમકી કરતો હતો. બન્ને ઈસમોની ધરપકડ કરવામાં આવ્યા બાદ હાલમાં કોરોના વાયરસ અંગેની સિૃથતિમાં નિયમોનુસાર બન્નેની મેડિકલ તપાસણી કરવામાં આવી છે. આ ઈસમોએ અત્યાર સુાધી ક્યાં કયા સૃથળે ગુનાઓ આચર્યા છે તેની પણ હકીકતો ખુલવા પામશે.પોલીસ સૂત્રોના જણાવ્યા અફરોઝ ગાંધીધામ-કાસેઝનો સેકન્ડ કપડાનો વેપાર હસ્તગત કરવા માગતો હતો. માટે કાપડના વેપારીઓમાં ભયનો માહોલ પેદા કરવા ધાક-ધમકી અને અપહરણ સહિતના ગુના આચરતો હતો. આ શખ્સે ગાંધીધામમાં સૃથાનિક ગુનેગારોની એક ગેન્ગ પણ ઉભી કરવાની તૈયારી કરી હતી. ભૂતકાળમાં કાપડાના વેપારી સચીન ધવનનું આ શખ્સે પોતાના શાર્પ શૂટરો મારફત ખુન કરાવ્યું હતું. આ શખ્સ એક લાકડા ચોરીના ગુનામાં પણ ફરાર છે. મુસ્લિમ સમાજના સૃથાનિક આગેવાન હાજી જુમા રાયમાને આ શખ્સે પોતાની મેટરમાં નહીં પડવાની ધમકી આપી હતી.હરિયાણાનો અફરોઝ અંસારી વિરૃદ્ધ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ માથકે અગાઉ પાંચ ગુનાઓ નોંધાયેલા છે વેપારીઓ પાસેાથી ખંડણીની માંગણીના ગુનાઓ નોંધાયેલા છે. અફરોઝને ગાંધીધામના ૩૦રના ગુનામાં કોર્ટે હાજીવન કેદની સજા ફરમાવી હતી જેમાં તેણે હાઈકોર્ટમાં સજાને પડકારતા કોટે ર્વચ્ચગાળાના જામીન આપ્યા હતા, અફરોઝનો ભાઈ અલીઅંસારી પણ સંડોવાયેલો હોવાથી તે હાલ ગળપાદર જેલમાં સજા ભોગવી રહ્યો છે.