બે દિવસ પૂર્વે વિવિાધ સમસ્યાઓને લઈને મામલતદાર કચેરીએ રજુઆત કરવા ગયેલા અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતનાઓ સામે જાહેરનામાના ભંગની ફરિયાદ થયા બાદ આજે રાપરના ધારાસભ્ય સંતોકબેનના પતિ સહિત કોંગ્રેસના ૮ પ્રતિનિાધી મંડળ સામે જાહેરનામા ભંગની ફરિયાદ પાલિકાના ચીફ ઓફિસરે પોલીસ સમક્ષ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે રાજકીય બેડામાં ચકચાર મચી ગઈ હતી.કોરોના વાયરસના પગલે જાહેર થયેલા લોકડાઉનમાં પણ અમુક નિયમો પાળવા ફરજીયાત છે. જેમાં સોશ્યિલ ડિસ્ટન્સ પર ખાસ ભાર મુકવામાં આવે છે. ત્યારે, આજે રાપરના ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઈ આરેઠીયા સહિત કોંગ્રેસના આઠ લોકો સામે સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન ન કરવા બદલ જાહેરનામાના ભંગની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી.ભચુભાઈ આરેઠીયા સહિતનાઓ રાપર પાલિકામાં ગત રોજ પાણી મુદે રજુઆત કરવા ગયા હતા જયાં સોશ્યિલ ડિસ્ટન્સ જળવાયુ ન હતુ. આ અંગે નોંધાવાયેલી પોલીસ ફરિયાદમાં પાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ જણાવ્યુ હતુ કે, તેઓને સોશ્યિલ ડિસ્ટન્સનો પાલન રાખવાની સુચના આપવામાં આવી હોવા છતા એક જ હોલમાં એકઠા થઈને સોશ્યિલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. આરેઠીયા ઉપરાંત રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ મિતુલ જયંતીલાલ મોરબીયા, તાલુકા પંચાયત સદસ્ય કાંતિલાલ રામજીભાઈ ઠકકર, કોંગ્રેસના કાર્યકર મહેશ કરસનભાઈ ઠાકોર, કોંગી નગરસેવક દિનેશભાઈ ચંદે, કોંગ્રેસ કાર્યકર રમેશભાઈ ચાવડા, શહેર કોંગ્રેસ મંત્રી રોહિતભાઈ પ્રભુલાલ ઠકકર તેમજ પાલિકાના વિરોધ પક્ષના નેતા દિનેશભાઈ કારોત્રા એમ આઠ લોકો સામે ભારતીય દંડ સંહિતા ૧૮૮ હેઠળ બપોરે ફરિયાદ નોંધાવાઈ હતી.બે દિવસ પહેલા અંજારની ઘટના મુદ્દે કોંગી આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, અંજાર મામલતદારે ભાજપના ઈશારે ફરિયાદ નોંધાવી છે. આજે પણ કોંગી આગેવાનો સામે ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી. આ બાબત જોતા કચ્છના વહીવટી તંત્રના અિધકારીઓ ભાજપના નેતાઓના ઈશારે કામ કરી રહ્યા હોવાની આંશકા વ્યકત કરાઈ રહી છે. કેમ કે, અત્યાર સુાધી ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા રાજયમંત્રીની ઉપસિૃથતીમાં અનેક વખત સોશ્યિલ ડિસ્ટન્સનો પાલન કર્યો નાથી. કલેક્ટર ઓફિસે રજુઆત કરતી વખતે મંત્રીએ માસ્ક પહેર્યો ન હતો. કલમ ૧૪૪ લાગુ હોવા છતા ચારાથી વધુ લોકો એકઠા થયા હતા તેમ છતા કોઈ અિધકારીએ ભાજપના નેતા સામે ફરિયાદ નોંધાવી નાથી. એટલુ જ નહિં, બે દિવસ પહેલા સંકલન બેઠકમાં પણ માંડવી વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. માસ્ક ન પહેરવા બદલ ૨૦૦ રૃપિયાનો દંડ આમ પ્રજા પાસેાથી વસુલી શકાય છે.જયારે અહિં તો વાડ જ ચીભડા ગળી જાય તેવો તાલ જોવા મળ્યો હતો. અવારનવાર ભાજપના પદાિધકારીઓ સોશ્યિલ ડિસ્ટન્સનો પાલન કરે છે તેમ છતા કોઈ અિધકારીની હિંમત નાથી કે ફરિયાદ નોંધાવી શકે. કાં તો ડરે છે આૃથવા તો ભાજપના નેતાઓના ઈશારે કોંગી આગેવાનો સામે ફરિયાદ કરે છે. તેવો આક્ષેપ કોંગી આગેવાનો કરી રહ્યા છે.લોકડાઉનમાં અનેક કચ્છી પરિવારો મુંબઈમાં ફસાયા હતા. તેમને પરત લાવવા માટે કોંગ્રેસના આગેવાનોએ અનેક રજુઆતો કરી અને સફળતા પણ મળી. આખરે થોડા દિવસો પૂર્વે પ્રાથમ વખત મુંબઈાથી કચ્છ આવવા રવાના થયેલી ટ્રેનને રાપરના ધારાસભ્ય સંતોકબેને લીલીઝંડી આપતા જ કચ્છના રાજકારણમાં આંતરિક ગરમાવો થયો હતો. અને થોડા દિવસોમાં કંઈ નવા જુની થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાતી હતી અને આખરે આજે ભચુભાઈ આરેઠીયા સામે જાહેરનામાના ભંગની ફરિયાદ થતા જ આ શંકા સાચી પડી હતી.વિપક્ષ તરીકે કચ્છ કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને લઈને તંત્ર સમક્ષ રજુઆતો કરવામાં આવી રહી છે. તેમને મદદરૃપ થવાના ભાગરૃપે ભુજ-ગાંધીધામાથી ઉપડેલી ટ્રેનોમાં સવાર પરપ્રાંતીય શ્રમિકોના ભાડા પણ કોંગ્રેસે ચુકવવાની જાહેરાત કરતા જ ભાજપના નેતાઓ ગમે તે ભોગે કોંગ્રેસને ડરાવવાના મુડમાં હતા.આખરે હવે ભાજપના નેતાઓએ અિધકારીઓના ખભે બંદુકો ફોડીને જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાવવાનું શરૃ કરી દીધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.