પ્રિ-મોનસૂન પ્લાન અંગે પૂર્વ તૈયારીના ભાગ રૂપે યોજાયેલી બેઠકમાં તાલુકાના તમામ વિભાગના અઘિકારીઓને તેમના વિભાગ ઘ્વારા આગામી ચોમાસા દરમ્યાન ઇમરજન્સીની સ્થિતિમાં શુ શુ કામગીરી કરવાની થાય છે તે બાબતે વિગતવાર આયોજન ઘડી કઢાયું હતું. નાયબ કલેકટર જી.કે.રાઠોડના અઘ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં કન્ટીજન્સી પ્લાન, મઘ્યમ સિંચાઇના ડેમો નિરોણા, મથલ અને ભુખી સિંચાઇના ડેમ સાઈટ ઉ૫ર વહેણો, ઝાડી ઝાખરા, રસ્તા વિગેરે મરામત કરવી, નીચાણવાળા વિસ્તારના ગામોનું લીસ્ટ તૈયાર કરી તકેદારીના ભાગ રૂપે આ ગામોમાં તમામ વ્યવસ્થા અગાઉથી કરી રાખવી, પંચાયત અને સ્ટેટ વિભાગ ઘ્વારા તેમના હસ્તકના રસ્તાઓની મરંમત કરવા, વહેણમાં થયેલ કાચા, પાકા દબાણો તાત્કાલીક દુર કરવા, તાલુકા કન્ટ્રોલ રૂમ ઉ૫ર ડયુટી આ૫વા સહિતની ચર્ચા કરાઇ હતી. મામલતદાર એ.એન સોલંકી, વિનોદભાઇ જોષી, જે.કે.રાઠોડ, રાકેશ પટેલ, મેલાભાઇ દેસાઇ, રામજીભાઈ બુકોલીયા,પુજાબેન ડાભી સહીત તમામ વિભાગના અઘિકારીઓ હાજર રહ્યા હતા.