BREAKING NEWS :મુંબઇમાં હાઇએલર્ટ: હજારો લોકોનું સ્થળાંતર, વર્ષા શરૂ

વડાપ્રધાને ઉદ્ધવને મદદની ખાતરી આપી: બીચ પર ૧૪૪મી કલમ, ટ્રેન વિમાની સેવા અવરોધાઈ: અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો તૈનાતનિસર્ગ વાવાઝોડું આજે બપોર બાદ મુંબઈ નજીકના અલીબાગ તટ પર ટકરાઈ જવાનું છે અને હવામાનખાતાની આગાહીને અનુસંધાને મુંબઈને હાઇઅલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે.અલીબાગ , રાયગઢ સહિતના અનેક જિલ્લાઓમાં થી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારો માંથી લોકો ને ખસેડી લેવામાં આવ્યા છે. મુંબઈમાં અમુક વિસ્તારોમાં વરસાદ શ થઈ ગયો છે. છ ફટ સુધી દરિયામાં લહેરો ઊઠવાની છે અને તેને પગલે બીચ પર લોકોને જતા અટકાવવા માટે ૧૪૪મી કલમ લાગુ કરાઈ છે.મહારાષ્ટ્ર્ર સરકાર ના આદેશ મુજબ તમામ જિલ્લા સત્તાધીશો સ્ટેન્ડ ટુ થઈ ગયા છે અને મુંબઇ મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા તમામ અગમચેતીના પગલા લેવાયા છે. અલીબાગ સહિત અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ૨૫થી વધુ ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે.સરકારના વર્તુળો એમ જણાવ્યું છે કે આજે મુંબઈ ના એરપોર્ટ પરથી ફકત ૧૯ લાઇટ ઓપરેટ કરે તેવી શકયતા છે. બીજી બાજુ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને કેટલીક ટ્રેનો અટકાવી દેવામાં આવી છે.અલીબાગ રાયગઢ થી પુણે થાણે સહિતના જિલ્લાઓમાં થી હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હજુ પણ આ કામગીરી ચાલી રહી છે. જાનમાલની વધુ નુકસાન થાય નહીં તે માટે અગમચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે.મહારાષ્ટ્ર્ર મુખ્યમંત્રી અને એમની આખી ટીમ દરેક જિલ્લાના વહીવટ કરો સાથે સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને દરેક પ્રકારની મદદ કરવાની ખાતરી આપી છે.બપોરે મળેલા અહેવાલો મુજબ પાલઘર સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ શ થઇ ગયો છે અને મુંબઈ નું આખું આકાશ ગોરંભા ઈ ગયું છે. પોલીસ તત્રં પણ ખડેપગે અને બચાવ રાહત ટુકડીઓ પણ સાધન સંપન્ન થઇને તૈયાર છે