મહારાષ્ટ્ર્ર –ગુજરાતમાં એનડીઆરએફની ૩૯ ટીમ પહોંચી: હજારોનું સ્થળાંતર: તિવ્ર ગતિએ પવન ફત્પંકાવાની સાથે ધોધમાર વરસાદઅરબી સમુદ્રમાં ઉવેલું વાવાઝોડું આજે સીવિયર સાઇકલોનિક સ્ટ્રોમમા ફેરવાઈ ગયું છે અને આજે બપોરે કલાકના ૧૧૦થી ૧૨૦ કિલોમીટરની ઝડપે ઉત્તર મહારાષ્ટ્ર્ર અને તેને સંલ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વચ્ચે આવેલ હરિહરેશ્વર અને દમણ વચ્ચે ટકરાયું હતું અને તે સાથે જ તોફાની પવન અને ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતમાં અલગ અલગ ૩૧ સ્થળે સામાન્ય ઝાપટાથી અઢી ઈંચ વરસાદ પડો છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સવારે વાવાઝોડું નીસર્ગ મહારાષ્ટ્ર્રના રાયગઢ જીલ્લાના અલીબાગથી માત્ર ૧૫૦ કિલોમીટર દૂર હતું અને બપોરે તે સીવીયર સાયકલોની સ્ટોર્મમાં તબદીલ થતાં તીવ્ર ગતિએ મહારાષ્ટ્ર્ર અને ગુજરાતના દરિયાકાંઠા વચ્ચે અલીબાગ નજીક ટકરાયું હતંવાવાઝોડાને કારણે માનવ મૃત્યુઆકં ઓછામાં ઓછો રહે તે માટે છેલ્લા બે દિવસથી મોટા પ્રમાણમાં ગુજરાત અને મહારાષ્ટ્ર્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર સલામત સ્થળે કરવામાં આવ્યું છે. ગઈકાલ રાત સુધીમાં ૨૦ હજારથી વધુ લોકો ને આ રીતે સલામત સ્થળે આશરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વાવાઝોડા બાદની પરિસ્થિતિને પહોંચી વળવા અને બચાવ તથા રાહતની કામગીરી માટે એનડીઆરએફની ફુલ ૩૯ ટીમ ગુજરાત અને મહારાષ્ટ્ર્રમાં પહોંચી ગઈ છે. ગુજરાતમાં ૧૬, મહારાષ્ટ્ર્રમાં ૨૦, દીવ દમણ ૨ અને દાદરાનગર હવેલીમાં એક એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે.