ઝારખંડના જમશેદપુર અને કર્ણાટકના હમ્પીમાં 4.7 અને 4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ઝારખંડ અને કર્ણાટક આ બંને રાજ્યોમાં શુક્રવારે સવારે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે 6:55 કલાકે ઝારખંડના જમશેદપુરમાં 4.7ની તીવ્રતાનો અને કર્ણાટકના હમ્પીમાં 4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. હજુ સુધી બંને રાજ્યોમાંથી જાનમાલના નુકસાનને લગતા કોઈ સમાચાર સામે નથી આવ્યા. અગાઉ 3 જૂનના રોજ નોએડા ખાતે રિક્ટર સ્કેલ ઉપર 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એક સપ્તાહની અંદર સતત બીજી વખત નોએડા ખાતે ધરતીકંપ આવ્યો હતો. તેના પહેલા 29મી મેના રોજ દિલ્હી-એનસીઆરના અનેક ક્ષેત્રોમાં ભૂકંપ આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વખત દિલ્હી-એનસીઆરની ધરા ભૂકંપના કારણે ધણધણી ઉઠી છે.