સ્કૂલો ખોલવાનો નિર્ણય ઈઝરાયલને પડ્યો ભારે: ૩૦૧ બાળકો અને સ્કૂલ સ્ટાફને કોરોના

તેલઅવિવ, તા.૫: ટાઈમ્સ ઓફ ઈઝરાયલની રિપોર્ટ મુજબ, સ્કૂલ ખોલ્યા બાદ દેશમાં ૩૦૧ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે.ઈઝરાયલ દુનિયાના કેટલાક સિલિકટેડ એવા દેશોમાંથી છે, જયાં કોરોના વાયરસ ઘણી હદ સુધી નિયંત્રણમાં છે. આ કારણે જ ઈઝરાયલની સરકારે મેના છેલ્લા અઠવાડિયામાં સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હતી. જોકે હવે તેને આ નિર્ણય ભારે પડી રહ્યો છે. એક મહિનામાં કોરોનાના કેસમાં એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો સામે આવ્યો છે.આ મામલો સામે આવ્યા બાદ ઈઝરાયલના શિક્ષણ વિભાગે અત્યાર સુધી ૮૭ જેટલી સ્કૂલોને બંધ કરવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા ૧૩,૬૯૬ લોકોને કવોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે ઈઝરાયલમાં સ્કૂલોને પાછલા મહિને શરૂ કરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં કલાસમાં ૬૦ ટકા બાળકો હાજર રહ્યા હતા. આ બાદ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવવા લાગ્યો. હાલમાં ૨૧૯૧ એકિટવ કેસ છે અને કુલ કેસનો આંકડો ૧૭,૪૯૫ સુધી પહોંચી ગયો છે. જેમાંથી ૩૦ની સ્થિતિ ગંભીર છે. ૨૩ લોકો વેન્ટીલેટર પર છે, બાકીના ૩૩ લોકોની સ્થિતિ સામાન્ય છે.ઈઝરાયલમાં અચાનક નવા કેસ આવ્યા બાદ રાષ્ટ્રપ્રમુખ બેન્જિામન નેતન્યાહુએ સ્કૂલોને અનિશ્યિતકાળ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત તેમણે જયાં સુધી સ્કૂલ સાથે જોડાયેલો સ્ટાફ કે બાળક કોરોના સંક્રમિત હશે ત્યાં સુધી એકપણ સ્કૂલો ખોલવામાં નહીં આવે તેમ પણ જણાવ્યું હતું.