ભુજમાં ધાણીનો જુગાર રમતા 5 યુવકો ઝડપાયા

સેજવાળા માતમમાં ખુલ્લી જગ્યાએ ધાણીપાસાનો જુગાર રમતા પાંચ યુવાનોને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. બાતમીહકીકત સેજવાળા માતમમા ખુલ્લામાાં રૂપીયાની હાર જીતનો ધાણી પાસાનો જુગાર રમતા સાગર રમેશભાઇ ઠકકર ઉ.વ.30 રહે-નાગર ચકલા, વૈધનાથ શેરી ભુજ ,મીત જયોતિષભાઇ ભટ્ટ (ઉ.વ.25) રહે.આશાપુરા મંદિર પાસે કોઠાવાવની બાજુમાં ભુજ, જોવેદખાન કાસમખાન પઠાણ (ઉ.વ.27) ,અબ્દુલરજાક જુસમ જત (ઉ.વ.45) રહે બન્ને સેજવાળા માતમ ભુજ, રાજુભાઇ મનીભાઇ ચૌહાણ (ઉ.વ.39) રહે. જુની રાવલવાડી પણીના ટાકા પાસે ભુજ સહિત પાંચ જણા રોકડા રૂપીયા 14,730 તથા 4,500ની કિંમતના 5 મોબાઇલ મળી કુલ 19,230 ના મુદામાલ સાથે પકડાઇ ગયા હતા