સોમવારથી કાળા ડુંગરે ગુરૃ દત્તાત્રેયજીના મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે ખુલશે

સીમા પરનું કાળા ડુંગર ઉપર બિરાજતા ગુરૃ દત્તાત્રયનું મંદિર સરકારની ગાઈડલાઈન મુજબની શરતો સાથે શ્રધૃધાળુ ભક્તોના દર્શનાર્થે તા. ૮-૬ સોમવારાથી ખોલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના આશાપુરા માતાજીના મંદિર સહિતના નાના-મોટા તમામ ધર્મસૃથળો પણ સોમવારાથી દર્શનાર્થીઓ માટે ખોલી નાંખવામાં આવશે.મંદિરમાં પ્રવેશ મેળવનાર ભાવિકોએ સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવું ફરજીયાત છે. મર્યાદિત સંખ્યામાં જ મુલાકાતીઓને પ્રવેશ અપાશે. પગરખા પોતાના વાહનમાં જ ઉતારીને મંદિરના પ્રાંગણમાં આવવું, પાર્કિંગ પ્લોટ, પ્રિ-માઈસિસ, લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજીયાત છે. અલગ એન્ટ્રી અને એકઝીટ રાખવા, હાથ સાબુ વડે ધોઈને પ્રવેશવું, મુર્તિ, પ્રતિમા, પવિત્ર ગ્રંથને અડી શકાશે નહી. ભજનગીત વગાડવા તાથા ભજન મંડળીને પરવાનગી નહી અપાય, પ્રસાદ ધરાવવા સહિત પર પ્રતિબંધ છે. બીજ જાહેરાત ન થાય ત્યાં સુાધી ભોજનાલય અને નિવાસ સુવિાધા બંધ રહેશે. માત્ર દર્શન પુરતી વ્યવસૃથા કરાઈ રહી છે. શરદી, ખાંસી, કોરોનાના લક્ષણ ધરાવતા વ્યક્તિએ પ્રવેશ આપવામાં નહિં આવે. સરકારના તમામ નીયમોને પાડીને દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. એવું દત્ત મંદિર વિકાસ સેવા સમિતિ દ્વારા જણાવાયું છે. ભુજ તાલુકાના વાંઢાય મધ્યે આવેલ કચ્છ કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું મંદિર કોરોના વાયરસના લીધે સરકાર લોકડાઉનઆ કારણે દર્શન માટે બાધ રાખવામાં આવ્યું હતું. જો કે, હવે મંદિરોમાં પણ નિયમ પાળવાની સાથે મંદિરો ખુલવાની સાથે દર્શનાર્થીઓને નિયમોનું પાલન કરવાની સાથે છુટ આપવામાં આવી છે.જેમાં તા.૮/૬/૨૦ને સોમવારાથી ઉમિયા માતાજીના દર્શન કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે .જેમાં આરતીના સમયે મંદિરમાં માત્ર પુજારી સિવાય અન્ય કોઈ દર્શનાર્થીઓ પ્રવેશ નહિ કરી શકે. જેમાં આરતી સવારના ૬ તેમજ ભોગ બપોરના ૧૨ કલાકે અને સાંજના આરતી ૭થી૩૦ કલાકે કરવામાં આવશે.હાલ કોરોના વાયરસને નાથવા અને દર્શનાર્થીઓની સલામતી દર્શનાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દર્શન કરવા,માસ્ક પહેરવું,સેનેટાઇઝર ફરજીયાત કરવું,મંદિરના ટ્રસ્ટ અને સરકાર ના નિયમોનું પાલન કરવું.તેમજ અત્યારે આ સંકુલમાં રહેવા તાથા અન્નક્ષેત્રમાં પ્રસાદની વ્યવસૃથા (હાલપુરતી) બાધ રાખવા આવી છે.માઇ ભક્તોને દર્શન કરવાનો સમય સવારના ૮થી બપોરના ૧૨થ અને સાંજના ૩થી ૭ કલાક સુાધીનો રહેશે.