માધાપરના યુવક સાથે લોન પેટે ઓનલાઇન 48 હજાર ઠગાઇ

માધાપર  ખાતે રહેતા અને ભુજ જીઆઇડીસીમાં હિન્દુસ્તાન લીવર કંપનીમાં એકાઉન્ટન્ટ એકઝીક્યુટીવ તરીકે નોકરી કરતા યુવાનને 20 હજારની પરશનલ લોન આપવાની લાલચ આપી દિલ્હીના કોઇ ઠગ બાજે સુન્દરમ ફાઇનાન્સ નામે ઓનલાઇન 45,500ની પડાવી લઇ વિશ્વાસધાત છેતરપીંડી કરતાં આરોપી સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ ગત 6 ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી 2020 દરમિયાન બન્યો હતો.મુળ અમદાવાદના અને હાલ માધાપર ખાતે એન.આર.આઇ કોલોનીમાં રહેતા  ભાર્ગવભાઇ જગદીશચંન્દ્ર સુક્લ (ઉ.વ.45)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓના અમદાવાદ ખાતેના મકાન પર લીધેલી  લોન બંધ કરવા માટે 20 લાખની પરશનલ લોન લેવા માટે પોતાના મોબાઇલ પર સર્ચ કરતાં  સુંદરમ ફાઇનાન્સના ફોન નંબર મેળવીને ફોન કર્યો હતો જેમાં સુદરમ ફાઇનાન્સના કોઇ વિરેન્દ્ર શર્મા નામનો વ્યક્તિ સાથે વાત કરીને લોન માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી.વિરેન્દ્ર શર્માએ લોન પ્રોસેસીંગ ફીના અને અન્ય ચાર્જ પેટે ફરિયાદી ઓનલાઇન  ભરાવીને 48,500 રૂપિયા મેળવી લઇને બાદમાં લોન પાસ થયેલ નથી તેવો  ફરિયાદીના મોબાઇલ પર મેસેજ મોકલાવ્યો હતો જેથી ફરિયાદીએ વિરેન્દ્ર શર્મા નામના વ્યક્તિને વારંવાર ફોન કરવા છતાં કોઇ રિપ્લાય આપ્યો ન હતો અને લોન પ્રોસેસીંગના રૂપિયા પરત ન કરી છેતરપીંડી વિશ્વાસધાત કરતાં.પ્રથમ અમદાવાદ પીએઅઓ ઓફિસ ખાતે ઓનલાઇન અરજી કરી હતી જે અમદાવાદ નારોલ પોલીસ મથકે તપાસ બાદ ભુજ  બી ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સફર કરાતાં શુક્રવારે પોલીસે ભાર્ગવભાની ફરિયાદ પરથી નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી