નખત્રાણામાં 9 ટન રોયલ્ટી ભર્યા વિનાની રેતી પકડાઇ

લીસ પેટ્રોલિંગ દરમિયાન રોયલ્ટી ભર્યા વિના 9 ટન જેટલી રેતીને લઇ જતી ટ્રક પકડી પાડી ગુનો નોંધ્યો હતો. ગુરૂવારે બપોરે નખત્રાણા પોલીસ મથકના કનકસિંહ નવલસિંહ જાડેજા બસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે-12 વાય 8475માં ચેકીંગ કરતા તેમાં કોઈ પણ આધાર પુરાવા વગર 9 ટન રેતી ભરેલી જણાઇ હતી. રેતીના કોઈ કાગળિયા કે રોયલ્ટી ભરેલી પણ ન હતી. ચાલક અબ્દુલ નોડેની ટ્રક ડિટેઇન કરવામા અવી હતી અને ખાણ અને ખનિજ ધારાની કલમો તળે કાર્યવાહી કરાઇ હોવાનું પીએસઓ ડી. જી. બલિયાએ જણાવ્યું હતું.