ઘર સામે બેસવા મુદ્દે બે પરિવારના યુવકો બાખડ્યા: બે શખ્સો ઘાયલ

કૈલાસનગર પડદાભીટ હનુમાન રોડ પર બે પરિવારના સભ્યો વચ્ચે સામ સામી મારામારી થઈ હતી, જેમાં છરીથી હુમલો કરતાં બે જણને ઈજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી છ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ સંસ્કારનગર ગરબી ચોકમાં રહેતા ચિરાગગિરિ અતુલગર ગોસ્વામી(ઉ.વ.26)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ ગુરૂવારે રાત્રીના સાડા દસ વાગ્યાના અરસામાં પડદાભીટ હનુમાનજીના મંદિર સામે બન્યો હતો. ઘરપાસે કેમ ઉભા છો તેમ કહી આરોપી જયદીપગિરિ ઈશ્વરગિરિ ગોસ્વામી, નવીનગિરિ ખીમગિરિ ગોસ્વામી અને સંધ્યાબેન જયદીપગિરિ ગોસ્વામી ગાળો આપીને મારકુટ કરી હતી. જેમાં જગદીપગીરીએ પોતાના હાથમાં રહેલી છરીથી ફરિયાદીને ડાબા પડખામાં ધા મારી ઇજા પહોંચાડી હતી તો,પ્રતિ ફરિયાદમાં જયદીપગિરિ ઈશ્વરગિરિ ગોસ્વામી (ઉ.વ.૩૪) પોલીસને જણાવ્યું હતું કે,ગુરૂવારે રાત્રે પરિવાર સાથે હતો.ત્યારે આરોપી ચિરાગગિરિ અતુલગર ગોસ્વામી ઘરે આવ્યો હતો.,અને કહયું હતું કે, ઘર પાસે ઓટલા પર બેસવાની ના કેમ કહો છો તેમ કહી ચિરાગગીરી સાથે મંથનગિરિ અતુલગર ગોસ્વામી, પ્રશાંતગિરિ અતુલગર ગોસ્વામી ત્રણેય જણાઓએ ઝઘડો કર્યો હતો. ચિરાગગીરીએ ફરિયાદીને હાથના કાંડામાં અને કોણીના ભાગે છરી મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ પીએસઆઈ કે. એન. અગ્રાવાતે હાથ ધરી છે.