સુરેન્દ્રનગર જીલ્લાના નાની મોલડી પો.સ્ટે.માં ભારતીય બનાવટના વિશાળ જથ્થામા પકડાયેલ અંગ્રેજી દારૂના કેસમાં ગુનો બન્યા બાદથી એટલેકે છેલ્લા ૧૦(દસ) માસથી નાસતા-ફરતા આરોપીને મોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાંથી પકડી પાડતી નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમ

રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પો.સ.ઇ.શ્રી જે.એસ.ડેલા નાઓને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ જે અન્વયે મળેલ હકીકત આધારે સ્કવોડના પો.સ.ઇ.શ્રી તથા ભગવાનભાઇ ખટાણા, મહાવીરસિહ પરમાર, કરશનભાઇ કલોત્રા, રુપકબહાદુર હસ્તબહાદુર તથા ડ્રા.સમીરભાઇ નાઓએ નાની મોલડી પો.સ્ટે. ખાતે ભારતીય બનાવટના ઇંગલીશ દારૂની બોલેરો પીકઅપ તથા આઇસર મેટાડોરમાં ભરેલ કુલ રૂ.૧૮,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડાયેલ જે કેસમાં રેઇડ બાદથી એટલેકે છેલ્લા ૧૦(દસ) માસથી નાસતા-ફરતા આરોપી વિક્રમભાઇ હકાભાઇ ચૌહાણ રહે. મુળ- ચીરોડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર હાલ- પીપડી રોડ મોરબી વાળાને શીશમ કારખાના પાસેથી પકડી પાડી હાલમા ચાલી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે કોવીડ૧૯ અંગેની મેડીકલ તપાસણી કરાવવાની જરુરી સુચના સાથે મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે આરોપીને કાયદેસરની કાર્યવાહી કરવા સારુ સોંપી આપેલ છે અને નાની મોલડી પો.સ્ટે.ને આ અંગેની કાર્યવાહી કરવા સમજ કરવામાં આવેલ છે.