• દાહોદમાં ભૂવાએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, કહી હતી આ ચોંકાવનારી વાત

દાહોદના સીંગવડ તાલુકાના એક નાનકડા ગામમાં વાંઝીયાપણાથી પીડાતી એક યુવતી ભૂવાની વાતમાં ફસાઇને સંતાનપ્રાપ્તિની આશામાં તેની સામે પૂર્ણ નગ્ન પણ થઇ ગઇ હતી. વાસના લોલુપ ભૂવાએ ચરમસીમા વખતે સ્ખલન થતું સફેદ પાણી ખાખરાના પડિયામાં ઝીલવાના બહાને તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવ અંગે અંતે યુવતીએ રણધિકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સીંગવડ તાલુકાના એક ગામમાં ઘરની મોભી મહિલા મગજની અસ્થિરતાથી પીડાતી હોવાથી નજીકના માતાના પાલ્લા ગામે રહેતો ભૂવો મુકેશ રૂપસિંગ સંગાડા તેમના ઘરે આવ્યો હતો. વિધિ કરીને ઘરની મોભી મહિલાને સાજી કરી દેશે તેવો દાવો કર્યો. પરંતુ તે પહેલાં નિ:સંતાન પૂત્રવધુને વિધિ કરીને સાજી કરવાની વાત પરિવાર સમક્ષ કરી હતી. ભૂવા મુકેશની વાતમાં ફસાયેલું અંધશ્રદ્ધાળુ પરિવાર આ માટે રાજી થઇ ગયું હતું. ભૂવા મુકેશે બતાવ્યા મુજબ નિ:સંતાન યુવતી, તેની નણંદ અને સસરો સીંગવડ તાલુકાના જ છાપરી ગામના સ્મશાનમાં પહોંચી ગયો હતો.ત્યાં મુકેશે એકલામાં વિધિ કરવી પડશે બધા દૂર જતાં રહો અને વિધિ નહીં જોવાનું પણ જણાવતાં પરિવારના લોકો દૂર ઝાડીઓમાં જતા રહ્યા હતાં.

મુકેશે યુવતીને પૂર્ણ નગ્ન થવા જણાવતાં સંતાનની આશામાં તે પૂર્ણ નગ્ન થઇને જમીન ઉપર સુઇ ગઇ હતી. ત્યારબાદ ભુવાએ લીંબુ કાંપીને તેની ફાડ યુવતીના કપાળે મુકી હતી. ત્યાર બાદ ખાખરાના પાંદડાનું પડિયુ બનાવ્યુ હતું. સહવાસ બાદ ચરમસીમા વખતે નીકળતું સફેદ પાણી પડિયામાં ઝીલવુ પડશે તેમ જણાવ્યુ હતું. ત્યારે યુવતીએ તે પતિ વગર શક્ય નહીં બને તેમ જણાવ્યા છતાં ભૂવા મુકેશે બંને હાથ પકડીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ વખતે યુવતીએ બૂમાબૂમ કરતાં તેના પરિવારના લોકો દોડી આવતાં ભૂવો ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે અંતે યુવતીએ રણધિકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.