ભુજ શહેરમાં કાર્યપાલક ઇજનેરની સામે દારૂની ખાલી બોટલો અને બોકસ જોવા મળ્યા

કોરોના વાયરસને કારણે સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યું પરંતુ આ લોકડાઉનની અંદર દારૂના બુટલેગરો દ્વારા દારૂનું વેચાણ કરવાનું બંધ ન થયું. લોકડાઉન હતું ત્યારે પણ અને આ અનલોક-1માં આંશિક રાહત મળી એ સમયમાં પણ. આ સમયગાળામાં પોલીસતંત્ર દ્વારા ચુસ્ત કડક નિયમનો અમલ થઈ રહ્યો છે. તેમ છતાં પણ આવા બુટલેગરો દ્વારા પોલીસનો જાણે કોઈ ડર ન હોય તેમ દારૂ વેચાઈ રહ્યો છે. તો દારૂ પીનારા લોકો પણ જાહેર જગ્યામાં ખુલ્લેઆમ દારૂ પીવે છે. તો ભુજ શહેરની વાત કરીએ તો અમુક અસમાજિક તત્વો દ્વારા જાહેરમાં જાણે કોઈ બીયર બાર હોય તેમ દારૂ પીવામાં આવે છે.

આ દ્રશ્ય છે શહેરમાં આવેલ કાર્યપાલક ઇજનેર કચેરી માર્ગ અને મકાન વિભાગ પાસેના, અહી દારૂની ખાલી બોટલો અને ખાલી બોક્સ જોવા મળેલું છે. એ તમે જોઈ શકો છો. પોલીસનો આટલો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ અમુક લોકો દ્વારા ખુલ્લેઆમ દારૂ પીવામાં આવે છે. આમ પોલીસ કડક વલણ અપનાવે તો આવા જાહેર સ્થળો પર જે લોકો ખુલ્લેઆમ દારૂ પીવે છે તે લોકો પર લગામ આવી શકે તેમ છે.
રિપોર્ટ બાય : તેજસ પરમાર – ભુજ