શેખરણ પીર પાસે દરિયાકાંઠેથી ચરસના વધુ ૧૩ પેકેટ મળ્યા

કચ્છના શેખરણ પીર નજીકના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટુકડીને ચરસના વધુ ૧૩ પેકેટ મળી આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી ચરસ મળવાની આ સાતમી ઘટનામાં અત્યાર સુાધીમાં ચરસના કુલ ૬ર પેકેટ મળી આવ્યા છે. જેની કુલ કિંમત એક કરોડ રૃપિયા આસપાસ થવા જાય છે. ત્યારે તપાસ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે આ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ચરસની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ થાય તેમ છે.આ અંગેની મળતી વિગતો અનુસાર ભારતીય સીમા સુરક્ષા દળની બટાલીયન નંબર ૧૭રની ટીમ આજે સાંઘી જેટી નજીક આવેલા શેખરણ પીર દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ચરસના ૧૩ પેકટ મળી આવ્યા હતા. જેની કિંમત રૃ.ર૦ લાખાથી વધુની હોવાનું જણાવાઈ રહ્યું છે. કચ્છના આ વિસ્તારના દરિયામાંથી એક મહિનામાં આવા ચરસના કુલ ૬ર પેકેટ જુદી જુદી જગ્યાએાથી મળી આવ્યા છે. આજે મળેલા ચરસના પેકેટો પોલીસને તપાસ માટે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુાધી કોઈ કેરિયરો દ્વારા દરિયામાં સુરક્ષા એજન્સીઓના ભયે ચરસના પેકેટ ફેંકી દેવાયા હોવાના કારણે તણાઈને કાંઠે આવતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી. પરંતુ હવે કેટલાક સુરક્ષા નિષ્ણાંતોના મતે ભુતકાળમાં દાણચોરીથી માંડીને હિાથયારો અને જાલી નોટોની હેરાફેરી સુાધીના મામલે બદનામ થયેલા કચ્છમાં હવે ચરસની હેરાફેરીનું મોટુ રેકેટ ચાલતું હોવાની પુરી શક્યતા છે.હાલ ચરસના આ પેકેટ અંગે માત્ર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. પરંતુ આવા કારસ્તાનની તપાસ કોઈ એકાદ સુરક્ષા એજન્સી એકલા કરી શકે તેમ નાથી. તેમાં ગુપ્તચર વિભાગાથી માંડીને વિવિાધ સલામતી એજન્સીઓની સહયોગ લેવામાં આવે તે જરૃરી છે. તમામ એજન્સીઓ સાથે મળીને સંયુક્ત રીતે તપાસ કરે તો મોટુ કારસ્તાન બહાર આવવાની પુરી શક્યતાઓ રહેલી છે.