કંડલાથી પાલનપુર જતા ટ્રેલર સાંતલપુર નજીક પલટી મારતા આગ ભભૂકી : ડ્રાઇવર અને ક્લીનર જીવતા ભડથુ

કંડલાથી પાલન પુર તરફ જઇ રહેલા ટ્રકનાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર પલ્ટી મારી ગયું હતું અને તેમાં એકા એક આગ ભડકી ઉઠી હતી. જો કે ટ્રક પલટ જવાને કારણે ડ્રાઇવર અને ક્લિનર તેમાં ફસાઇ ગયા હતા. આગ ધીરે ધીરે ભયાનક થઇ જતા બંન્ને વ્યક્તિઓ જીવતા જ તેમાં ભડથુ થઇ ગયા હતા. ઘટના અંગે વિગતે મળતી માહિતી અકિલા અનુસાર સાંતલપુરથી રાધનપુર તરફ જઇ રહેલા ટ્રેલરને પીપળી નજીક અકસ્માત નડ્યો હતો. ડ્રાયવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જ ગાડી પલ્ટી મારી ગઇ હતી. જેના પગલે અચાનક ટ્રેલરમાં આગ ભડકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ટ્રેલર ચાલક અને ક્લીનર ગાડીમાં ફસાઇ ગયા હતા. બહાર નહી નિકળી શકવાને કારણે જીવતા ભડથુ થઇ ગયા હતા.